Home Crime ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતેથી 3 ડીઝલ ચોરને ઝડપી પાડતી રાજપારડી પોલીસ..

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતેથી 3 ડીઝલ ચોરને ઝડપી પાડતી રાજપારડી પોલીસ..

40
0


ચોરીના 370 લીટર ડીઝલ સાથે ગણતરીનાં કલાકોમાં ત્રણે ઈસમોને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલતી રાજપારડી પોલીસ.

ચોરીના ડીઝલ સાથે ભરેલા 10 જેટલા કારબા 370 લીટર ડીઝલ તેમજ ટ્રક ગાડી સાથે મુદામાલ કરાયો જપ્ત…. ત્રણે આરોપીઓ મધ્ય પ્રદેશ નાં….
ઝઘડીયા તાલુકામાંથી અવરનવર ડીઝલ તથા પેટ્રોલ તથા મોટરસાઈકલ ચોરીના બનાવોની ઘટનાઓ બનતી હોય છે.

એવી જ ઘટનાનો ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ દ્વારા ડીઝલ તથા પેટ્રોલ ચોરીનો પર્દાફાશ ક્યો હતો.
ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી અનુસાર રાજપારડીનાં પી.એસ.આઈ ડી.આર વસાવા તેમજ તેમની ટીમ રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી દારની બાતમી મળેલી કે રાજપારડી પોલીસ સ્ટેશને નોંધવામાં આવેલ ગુનાના આરોપી ઓ LP ટ્રક નં MP-09-HF-1269 ને લઈ પસાર થતાં હોય જેની નેત્રંગ રોડ પર આવેલા કદવાલી બસ સ્ટેન્ડ નજીક રોકતાં તપાસ કરતાં ટ્રકમાં રહેલ ત્રણ ઈસમોનાં નામઠામની પૂછપરછ કરતાં તેમજ ટ્રકની તલાસી કરતાં ટ્રકમાં મુકેલ 10 પ્લાસ્ટીકના ડીઝલ ભરેલા કારબા મળી આવતાં જેમા 370 લીટર જેટલું ડીઝલ ભરેલું હતું જેના બીલ કે આધાર પુરાવા વગરનું મળી આવતાં ત્રણે ઈસમોને રાજપારડી પોલીસ સ્ટેશન લઈ આવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં ગુનાની કબૂલાત કરતાં 370 લીટર ડીઝલની કિ.31,450/- તેમજ LP ટ્રક નં MP-09-HF-1269ની કિ.7,00,000/- કુલ રકમ 7,31,450/- નો મુદામાલ કબ્જે લઈ ત્રણે આરોપી
(1) આશિકખાન સફીકખાન મેવાતી રહે,સુજાલપુર, MP
(2) દિલસાદખાન મુનશીને પઠાણ રહે.ઉકાવતાં,MP
(3) સલમાનખાન અશરફખાન મેવાતી રહે,મક્ષિ MP નાઓને હસ્તગત કરી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરવામાં
આવી…
રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા


Previous articleમાળીયા હાટીના પંથક માં સી.એચ સી હોસ્પિટલ માં ઓકસીજન સહિત તમામ સુવિધા માટે 10 મિનિટ માં 23. લાખ રૂપિયાનો ફાળો
Next articleચિખોદરા આંખ ની હોસ્પિટલ ૫૩ બેડ સાથે કોરોના સારવાર માટે કાર્યરત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here