Home Rajpipla રાજપીપળા 181 મહિલા હેલ્પલાઇને ગરુડેશ્વર તાલુકા ની મહિલાને ત્રાસ આપતા સસરિયાઓ સાથે...

રાજપીપળા 181 મહિલા હેલ્પલાઇને ગરુડેશ્વર તાલુકા ની મહિલાને ત્રાસ આપતા સસરિયાઓ સાથે સમાધાન કરાવ્યું

10
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા પાસે ના એક ગામમાં પરણાવેલી ૨૭ વર્ષ ના પરણીતા ને પતિ, સાસુ – સસરા, જેઠ – જેઠાણી માનસિક ત્રાસ આપી તેનેતને રાખવી નથી કહીને ઝગડો કરી કાઢી મૂકતા હેલ્પલાઈનની મદદ માંગી હતી.
મળતી માહિતી મુજબ આ મહીલા ને બે સંતાનો છે છોકરી અઢી વર્ષ અને છોકરો સાત મહિના નો છે,તેમના પતિ કામ થી બહાર રેહતા હતા.જેથી આ મહિલા સાસુ – સસરા અને જેઠ – જેઠાણી સાથે રહેતા હોય તેમને રોજ માનસિક ત્રાસ આપે અને જેઠ દારૂ પી આવીને ઝગડા કરે અને સાસુ પણ રોજ ધમકી આપે તને કાઢી મૂકવી છે. તેમજ તેમના પતિ એ એક મહિના થી મારા સાથે વાત નથી કરતા અને મારો નંબર પણ બ્લોક કરી દીધો હતો. અને મેસેજ કરી પૂછું ક્યારે આવશો તો આવતા વરસે આવીશ એવા જવાબ આપે છે, માટે તેમને કામ પરથી ઘરે બોલાવી લાવી તો ઘરના ની વાત માની તેમને મને મારી ઝગડા કરી ઘર માંથી કાઢી મૂકી અને મારા બંને છોકરાઓ લઈ લીધા. હું ત્રણ દિવસ પિયર રહી અને છોકરાઓ ને લેવા આવતી તો બાંધી ને મારશું એવી ધમકી આપે અને છોકરાઓ સંતાડી દે છે.અને આપતા જ નથી. મારે અહીં જ રહેવું છે.અને તેઓ મને કાઢી મૂકવા ઝગડો કરે છે. ત્યારબાદ અભ્યમ ટીમે સામે પક્ષ ને શાંતિ થી સમજાવ્યા અને કાયદાકીય માહિતી આપી આ પારિવારિક ઝગડા નું નિરાકરણ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.

Previous articleસરકારની ગાઈડલાઈન ના પાલન સાથે રાજપીપળામાં 29 મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે શહેરમાં ફરી
Next articleનર્મદા જિલ્લા VHP ની બેઠકમાં જિલ્લામાં ગ્રામ્ય સમિતિઓ બનાવવા બાબતે ચર્ચા કારાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here