(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા શહેર ત્રણ દિવસ સ્વૈચ્છિક બંધ ના નિર્ણય બાદ મંગળવારે પહેલા દિવસે અને આજે બુધવારે બીજા દિવસે સજ્જડ બંધ જોવા મળ્યો છે ત્યારે આવતીકાલે ગુરુવારે પણ બંધ રહેશે એમ જણાઈ રહ્યું છે પરંતુ ત્રણ દિવસ વેપારીઓ એ ધંધા બંધ રાખ્યા બાદ કોરોના ના કેસો માં ઘટાડો થશે કે નહીં તે તરફ સૌની મીટ મંડાયેલી છે,અને જો કેસો નહિ ઘટે તો સરકાર કે તંત્ર કોરોના બાબતે આગળ શું કરશે તે પણ હાલની સ્થિતીમાં એક સળગતો પ્રશ્ન છે.