Home Gujarat રાજપીપળાનું પૌરાણિક હરસિધ્ધિ માતાજી મંદિર કોરોના મહામારીના કારણે તારીખ ૨૪ એપ્રિલ સુધી...

રાજપીપળાનું પૌરાણિક હરસિધ્ધિ માતાજી મંદિર કોરોના મહામારીના કારણે તારીખ ૨૪ એપ્રિલ સુધી બંધ રહેશે

12
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા માં કોરોના ના કેસો વધી રહ્યા છે જેથી નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા, સાગબારા તથા રાજપીપળા માં પણ તંત્ર તથા વેપારી મંડળ દ્વારા ગુરુવાર સુધી બજારો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જેથી કોરોના ના વધતા જતા સંક્રમણને અટકાવી શકાય.
કોરોનાની આ વિકટ પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા ખાતે આવેલા પૌરાણિક હરસિદ્ધિ માતાજી મંદિર તથા કાળકા માતાજી નું મંદિર નો મેળો તથા મંદિર કોરોના મહામારી ના કારણે તારીખ ૧૨/૦૪/૨૦૨૧ તારીખ ૨૨/૦૪/૨૦૨૧ સુધી સદંતર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

Previous articleભંડુરી ગામે શોકસભા યોજાઇ ગઈ
Next articleજિલ્લામાં ૨૪ ખાનગી હોસ્‍પિટલોમાં ૫૨૧ બેડની સુવિધામાં વધારો કરાતા હવે ૧૪૨૩ બેડની સવલત ઉપલબ્ધ થઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here