Home South-Gujarat અંકલેશ્વરમાં ગુજરાત પોલીસ કર્મીઓનાં ગ્રેડ પે વધારવાની માંગ સાથે રાજપૂત કરણી સેનાએ...

અંકલેશ્વરમાં ગુજરાત પોલીસ કર્મીઓનાં ગ્રેડ પે વધારવાની માંગ સાથે રાજપૂત કરણી સેનાએ આવેદન પાઠવ્યું

117
0

અંકલેશ્વરના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું


અંકલેશ્વર તાલુકાની રાજપૂત કરણી સેના દ્વારા ગુજરાત પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે સહિતની સુવિધાઓનો લાભ મળી રહે તે માટે મુખ્યમંત્રી, ભરૂચ કલેકટર અને ગૃહ રાજયમંત્રીને સંબોધીને અંકલેશ્વરનાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું


ગુજરાતનાં પોલીસ કર્મચારીઓને હાલના સમયમાં મળતું ગ્રેડ પે અન્ય રાજયોની સરખામણીમાં ઓછું મળે છે જેમાં સુધારો કરી ગુજરાતનાં તમામ પોલીસ કર્મચારીઓને ગ્રેડ પે ની રકમમાં વધારો કરવા તેમજ રાજ્યમાં તમામ પોલીસ કર્મચારીઓની ફરજનો સમય નક્કી કરવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર તાલુકા રાજપૂત કરણી સેના દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું આ પ્રસન્ગે અંકલેશ્વર રાજપૂત કરણી સેનાનાં પ્રમુખ અજિતસિંગ રાજાવત, પ્રભારી પ્રવિણસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીતનગર જેલમાં યોજાયેલા માનસિક આરોગ્ય કેમ્પનો બંદીવાનો એ લાભ લીધો
Next articleશિક્ષણ અને કેળવણી ક્ષેત્રે જીવન અર્પિત કરનાર જિલ્લા કેળવણી નિરીક્ષકશ્રી દિલીપભાઇ ચૌહાણને સન્માનિત કરવા અર્થે યોજાયેલ શાલીનતાપૂર્ણ સન્માન-સમારંભ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here