Home South-Gujarat અંકલેશ્વર ના રામકુંડ ખાતે રામનવમી ની સાદાઈ પૂર્વક ઉજવણી કરાય

અંકલેશ્વર ના રામકુંડ ખાતે રામનવમી ની સાદાઈ પૂર્વક ઉજવણી કરાય

93
0

=કોરોના મહામારી ના પગલે ધાર્મિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા
=રામકુંડ તીર્થધામ ને સૅનેટાઇઝ કરી સોશ્યલ ડિસ્ટન્સ સાથે રામ જન્મોત્સવ ની ઉજવણી કરાય

અંકલેશ્વર ના પૌરાણિક રામકુંડ તીર્થધામ રામકુંડ ખાતે કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઇડ લાઇન મુજબ ભક્તો ની ભીડ વગર રામનવમી ની સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
કોરોના મહામારી ના પગલે ધાર્મિક સ્થળો પર ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે સમગ્ર દેશમાં રામનવમી ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે પરંતુ રામનવમી પર્વ ને કોરોના નું ગ્રહણ લાગતા સાદાઈ પૂર્વક ઉજવણી કરવાની ફરજ પડી છે અંકલેશ્વર ના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે રામનવમી ની ભક્તો વગર ઉજવણી કરવામાં આવી હતી રામકુંડ ના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા રામકુંડ ધામ ને સૅનેટાઇઝર કરી મર્યાદિત ભક્તો ને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે પ્રવેશ આપ્યો હતો સંતો ની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે રામજન્મ ની ઉજવણી કરવામાં આવી હતી જો કે મહામારી ના પગલે યોજાતા ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here