Home India ચીન સાથે તણાવનાં માહોલમાં વાયુસેનાની મોટી બેઠક, આ જ અઠવાડિયે આવશે રાફેલ

ચીન સાથે તણાવનાં માહોલમાં વાયુસેનાની મોટી બેઠક, આ જ અઠવાડિયે આવશે રાફેલ

16
0

ભારત અને ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે વાયુસેનાનાં ટોચનાં કમાન્ડર્સ આ અઠવાડિયે બેઠક કરશે. પૂર્વ લદ્દાખમાં ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સ્થિતિ પર ચર્ચા કરવા માટે ભારતીય વાયુસેનાનાં ટોચનાં કમાન્ડર બેઠક કરશે. આ ઉપરાંત આ મહિનાનાં અંત સુધી ભારત પહોંચનારા રાફેલ યુદ્ધ વિમાનોનું ઝડપથી ઑપરેટિંગ સ્ટેશનને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.
ચીનની સાથે સરહદ પરની સ્થિતિ પર નજર
વાયુસેનાનાં અધિકારીઓએ કહ્યું કે, આ અઠવાડિયે 22 જુલાઈથી બે દિવસીય કમાન્ડરોનું સંમેલન મળશે, જ્યાં તેઓ અનેક સુરક્ષા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે. વાયુસેના અધ્યક્ષ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાનાં નેતૃત્વમાં થનારી આ બેઠકનો મુખ્ય એજન્ડા ચીનની સાથે સરહદ પરની સ્થિતિ અને લદ્દાખ અને ઉત્તરીય સરહદમાં કરવામાં આવેલી ફૉરવર્ડ તૈનાતી. આ બેઠકમાં સાતેય કમાન્ડર ઇન ચીફ સામેલ રહેશે.
મિરાજ 2000, સુખોઈ-30 ફૉરવર્ડ બેઝ પર તૈનાત
જ્યારથી ચીન સાથે તણાવની સ્થિતિ પેદા થઈ છે, ત્યારથી વાયુસેના એલર્ટ મોડ પર છે. વાયુસેનાએ પોતાના આધુનિક યૂનિટમાં રહેલા વિમાન જેવા કે મિરાજ 2000, સુખોઈ-30 અને મિગ-29નાં તમામ યુદ્ધ વિમાનોને ઊંચા અને ફૉરવર્ડ બેઝ પર તૈનાત કરવામાં આવ્યા છે અને આ રાતનાં સમયે પણ સતત લદ્દાખ ક્ષેત્ર પર ઉડાન ભરી રહ્યા છે.
જુલાઈનાં અંત સુધી મળશે રાફેલ
આ મહિનાનાં અંત સુધી ભારતને રાફેલ યુદ્ધ વિમાન મળવા જઇ રહ્યા છે. આ બેઠકમાં એરફોર્સનાં ટોચનાં અધિકારી આની તૈનાતી અને ઑપરેશન પર ચર્ચા કરશે. અધિકારીઓએ કહ્યું કે દક્ષિણ એશિયાઈ વિસ્તારનાં સૌથી એડવાન્સ જેટ પોતાની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં વાયુસેનાને મજબૂત કરવાના છે, કેમકે આ સૌથી એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ છે. તેમણે કહ્યું કે, ફાઇટર જેટ્સમાં સ્પેસિફિક એનહાન્સમેન્ટની સાથે સાથે લાંબા અંતરનાં હથિયાર જેવા કે એર ટૂ એર મિસાઇલ ભારતને ચીન અને પાકિસ્તાન સામે વધારે મજબૂત બનાવશે.


Previous articleમોદી સરકાર સમગ્ર દેશમાં અઠવાડિયામાં 3 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરશે ? કોની ભલામણના કારણે વ્યક્ત થઈ શક્યતા ?
Next articleજાગૃત બનીને શંકાસ્પદ લક્ષણો દેખાય તો પહોચી જાઓ ફ્રી કોરોના ટેસ્ટીંગ માટે- આ રહ્યું ટેસ્ટના સ્થળોનું લીસ્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here