South-Gujarat

હાંસોટ તાલુકા ના કતપોર ગામમાં લાબું આયુષ્ય ધરાવતું દુલર્ભ બાઓબાબ વૃક્ષ આજે પણ અડીખમ

=સ્થાનિકો રૂખડો અને ચોર આંબલા તરીકે ઓળખે છે

= ૫૦૦ વર્ષ પૂર્વે આરબો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યું હોવાની લોકવાયકા

=વૃક્ષ નું થડ અન્ય વૃક્ષ કરતા ખુબ જાડું

ભરૂચ જીલ્લા ના અરબી સમુદ્ર નજીક આવેલ હાંસોટ તાલુકાના કતપોર ગામ ના ખોડિયાર માતાજી ના મંદિર પાસે ૨૦૦ વર્ષ ઉપરાંત જૂનું રૂખડો નામનું વૃક્ષ આવેલું છે આ વૃક્ષ ને સ્થાનિક લોકો ચોર આમલો તરીકે ઓળખે છે તેમજ રૂખડા નું વૃક્ષ આફ્રિકા નું હોવાથી તેને ‘બાઓબાબ’ તરીકે પણ ઓળખાય છે.ત્યારે ભરૂચ જીલ્લા માં એક માત્ર હાંસોટ તાલુકામાં રૂખડાં ના ઝાડ આજે પણ અડીખમ જોવા મળે છે
અંકલેશ્વર થી ૩૫ કિલો મીટર દૂર આવેલા હાંસોટ તાલુકાના કતપોર ગામ પાસે ખોડીયાર માતાના મંદિર નજીક રૂખડા નું વૃક્ષ આવેલું છે ભરૂચ જીલ્લા માં એક માત્ર હાંસોટ તાલુકાના કતપોર ગામ સહીત ના આસપાસ ના ગામો માં આ વૃક્ષ જોવા મળે છે રૂખડો વૃક્ષ લાંબુ આયુષ્ય ધરાવે છે આ વૃક્ષ બાબતે સ્થાનિક લોકો વૃક્ષની બખોલમાં ચોર સંતાઈ જાય એટલે તેને ચોર આમલો પણ કહે છે રૂખડા નું વૃક્ષ આફ્રિકા નું હોવાથી તેને ‘બાઓબાબ’ તરીકે પણ ઓળખાય છે કતપોર ગામે આવેલ રૂખડાં નું ઝાડ ૨૦૦ વર્ષ ઉપરાંત થી અડીખમ છે આ વૃક્ષની મુખ્ય વિશેષતા એ છે કે તેનું થડ અન્ય વૃક્ષો કરતા ખૂબ જાડું હોય છે આ વૃક્ષના થડની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે તેનું ફળ આછા ભૂખરા રંગના હોય છે ૨૦૧૪-૧૫ માં વન વિભાગ દ્રારા આ વૃક્ષ ને મહાવૃક્ષ નો દરજ્જો આપવામાં આવ્યો છે આ વૃક્ષ દુર્લભ હોવાથી સરકારે રક્ષિત વૃક્ષ તરીકે નું નામ ઘોષિત કર્યું છે રક્ષિત વૃક્ષ એટલે કે તેને કાપવાની મનાઈ ફરમાવવા માં આવી છે સરકારની પરવાનગી વગર આ વૃક્ષને કાપી શકાય નહીં તે એક હજાર વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે લોક વાયકા પ્રમાણે આ વૃક્ષ આશરે ૫૦૦ વર્ષ પહેલા આરબો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે મોટે ભાગે ગુજરાતના દરિયા કિનારાના આજુ બાજુના વિસ્તારોમાં આ વૃક્ષ વધુ જોવા મળે છે રૂખડાં ની સંખ્યા દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળે છે આ વૃક્ષ અલભ્ય હોવાથી આવતી પેઢી જોઈ શકે તે માટે કતપોર ગામના ગ્રામજનો તેની જાળવણી અને જતન કરી રહ્યા છે.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.