Home South-Gujarat ડાંગ જિલ્લા પોલીસ વિભાગનાં સી.આઈ.ડી.ક્રાઇમ વિભાગમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા રતનભાઈ હડશનું...

ડાંગ જિલ્લા પોલીસ વિભાગનાં સી.આઈ.ડી.ક્રાઇમ વિભાગમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા રતનભાઈ હડશનું ગત રોજ રાત્રીનાં અરસામાં હૃદયરોગનાં હુમલામાં આકસ્મિક નિધન

28
0

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા(નવાગામ)નાં રહેવાસી અને ડાંગ જિલ્લા પોલીસ વિભાગનાં સી.આઈ.ડી.ક્રાઇમ વિભાગમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા રતનભાઈ હડશનું ગત રોજ રાત્રીનાં અરસામાં હૃદયરોગનાં હુમલામાં આકસ્મિક નિધન થતા આજરોજ તેઓની અંતિમ વિધિમાં જિલ્લા પોલીસ વિભાગ સહીત આગેવાનોએ જોડાઈને મૌન પાળી શોકાજંલી વ્યક્ત કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા નવાગામનાં રહેવાસી રતનભાઈ હડશે ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથક સહીત અન્ય પોલીસ મથકોમાં હેડકોન્સ્ટેબલ તરીકે સેવાઓ બજાવી હતી.હાલમાં તેઓ ડાંગ જિલ્લા સી.આઈ.ડી.ક્રાઇમ બ્રાન્ચમાં એસ.એસ.આઈ.તરીકે ફરજ બજાવી રહ્યા હતા.જેઓનું ગતરોજ હૃદય રોગનાં હુમલાનાં પગલે આકસ્મિક નિધન થતા સાપુતારા સહીતનાં પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.ડાંગ ક્રાઇમ બ્રાન્ચનાં એ.એસ.આઈ.રતનભાઈ હડશનું હૃદય રોગનાં હુમલામાં આકસ્મિક નિધન થતા તેઓની અંતિમ યાત્રામાં ડાંગ પોલીસ વિભાગનાં અધિકારી સહીત આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા.સાપુતારા નવાગામનાં ક્રાઇમ બ્રાન્ચનાં એ.એસ.આઈ.રતનભાઈ હડશની અંતિમવિધિમાં ડાંગ તથા સુરત પોલીસ વિભાગનાં કર્મચારીઓ,ડાંગનાં આગેવાનો,તથા સાપુતારા નવાગામનાં ગ્રામજનોએ હાજર રહી મૌન પાળી અશ્રુભેર શોકાજંલી વ્યક્ત કરી હતી.
શેખર ખેરનાર ડાંગ


Previous articleવઘઇ તાલુકામાં સમાવિષ્ટ ચીખલા ગામનાં 54 વર્ષીય આધેડ પૂર્ણા નદીમાં નાહવા ઉતરતા તેનુ ડૂબી જવાથી મોત
Next articleભરૂચ શીતલ સર્કલ પાસે CNG મારૂતીવાનમાં સોર્ટ સર્કિટથી આગ લાગતા ત્વરીત નિર્ણય લઈ પરિવારના ત્રણ સભ્યો તેમજ એક બાળકીને હેમખેમ બચાવી જીંદગી બચાવતી ભરૂચ પોલીસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here