Home South-Gujarat અંકલેશ્વર માં ૧૮ મી ભગવાન જગન્નાથ ની રથ યાત્રા મંદિર પરિસર માં...

અંકલેશ્વર માં ૧૮ મી ભગવાન જગન્નાથ ની રથ યાત્રા મંદિર પરિસર માં ફરી

14
0

સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે પૂજા કરી રથ ખેંચ્યો
કોરોના ની ગાઇડ લાઇન મુજબ શ્રદ્ધાળુઓ એ દર્શન કર્યા

અષાઢી બીજ ના પાવન પર્વે અંકલેશ્વર માં ૧૮ મી ભગવાન જગન્નાથજી ની રથ યાત્રા નું મંદિર પરિસરમાં જ ભ્રમણ કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા,


અંકલેશ્વર ના ભરૂચીનાકા પાસે હરિદર્શન સોસાયટી માં આવેલ ભગવાન જગન્નાથ ના મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા કોરોના ની ગાઇડ લાઇન મુજબ શહેર માં રથ યાત્રા નહિં કાઢવાનો નિર્ણય લીધો હતો જો કે રથ યાત્રા ને વિવિધ નિયમો સાથે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ આયોજકો દ્વારા સીમિત કરી માત્ર મંદિર માં જ રથ ને ફેરવવાનો નિર્ણય લીધો હતો જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રા નું શાસ્ત્રોક વિધિ અનુસાર પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં મર્યાદિત શ્રદ્ધાળુઓ જોડ્યા હતા આ પાવન અવસરે રાજ્ય સરકાર ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ નગર પાલિકા ના પ્રમુખ વિનયભાઇ વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભગવાન જગન્નાથજી ની પૂજા અર્ચના કરી ભગવાન ના રથ ને પ્રસ્થાન કરાવ્યું હતું અને આયોજકો દ્વારા રથ ને મંદિર પરિસર માં જ ભ્રમણ કરાવ્યું હતું આ રથયાત્રા ને લઇ અંકલેશ્વર પોલીસ વિભાગ ધ્વરા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleનાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે ચાર એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
Next articleઅંકલેશ્વર ઉધોગ મંડળ દ્વારા સ્વ. અહમદભાઈ પટેલ ના માનમાં કરેલ જાહેરાત ને યથાર્થ કરવા રજૂઆત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here