Home Business RBI એ મહારાષ્ટ્રના ઉસ્માનબાદ સ્થિત વસંતદાદા નાગરી સહકારી બેંક નું લાઇસન્સ રદ...

RBI એ મહારાષ્ટ્રના ઉસ્માનબાદ સ્થિત વસંતદાદા નાગરી સહકારી બેંક નું લાઇસન્સ રદ કર્યું.

50
0

ભારતીય રિઝર્વ બેંક એ સોમવારે મહારાષ્ટ્રના ઉસ્માનબાદ સ્થિત વસંતદાદા નાગરી સહકારી બેંક નું લાઇસન્સ રદ કર્યું છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, બેંક વર્તમાન થાપણદારોના સંપૂર્ણ નાણાં તેની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અનુસાર પરત કરી શકશે નહીં. તેથી જ તેનું લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, સહકારી બેંકનું લાઇસન્સ રદ થતાં અને ફડચાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ વસંતદાદા નાગરી સહકારી બેંકના થાપણદારોના નાણાં પરત કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.
5 લાખ રૂપિયા સુધીની જમા સુરક્ષિત
રિઝર્વ બેંકે કહ્યું કે સોમવારે ધંધાનો અંત આવ્યા બાદ સહકારી બેંકનું લાઇસન્સ રદ ગણાશે. ત્યારબાદ સહકારી બેંક સંચાલિત કરી શકશે નહીં. ડિપોઝિટ કરનારાઓ લિક્વિડેશન પછી ડિપોઝિટ ઇન્સ્યુરન્સ એન્ડ ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન (ડીઆઈસીજીસી) પાસેથી પાંચ લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ મેળવવા પાત્ર રહેશે.
99%થી વધુ થાપણદારોને સંપૂર્ણ રકમ મળશે
તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે પણ બેંકના લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. બેંકનું કહેવું છે કે વસંતદાદા સિટી કોઓપરેટિવ બેંકને ચાલુ રાખવી તે થાપણદારોના હિતમાં નથી. હાલની પરિસ્થિતિમાં બેંક તેના થાપણદારોને સંપૂર્ણ પૈસા ચૂકવશે નહીં. હાલમાં મધ્યસ્થ બેંકે સ્પષ્ટ કર્યું છે કે લાઇસન્સ રદ થયા પછી પણ 99 ટકા થાપણદારોને તેમની મૂડી પાછા મળશે.
મહારાષ્ટ્રની જ અન્ય એક બેન્કનુંલાઇસન્સ રદ થયું હતું
RBIએ મહારાષ્ટ્રના કરાડમાં મુશ્કેલીમાં મુકાયેલી ‘કરાડ જનતા સહકારી બેંક’નું લાઇસન્સ રદ કર્યું છે. જણાવી દઈએ કે નવેમ્બર 2017 પહેલા રિઝર્વ બેંકે કરાડ જનતા સહકારી બેંક પર કેટલાક નિયંત્રણો લાદ્યા હતા. આરબીઆઈએ કહ્યું છે કે લાઇસન્સ રદ થયા બાદ હવે બેંક સંપૂર્ણપણે બંધ થઈ જશે.


Previous articleકૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન અને સરકારના વલણ અંગે સુપ્રીમ કોર્ટે આકરી નારાજગી વ્યક્ત કરી.
Next articleવિશ્વ સ્વાસ્થય સંગઠન ના મુખ્ય વૈજ્ઞાનિક એ ચેતવણી આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here