૩૦ એપ્રિલ સુધી રોજ સાંજે પાંચ વાગે બજારો બંધ રાખો…..
આણંદ , કરમસદ અને વલ્લભ વિદ્યાનગર ના તમામ વહેપારી એસોસિએશન ના હોદ્દેદાર શ્રી ઓ દ્વારા કોરોના સંક્રમણ થી શહેરીજનો ને બચાવવા અને વધુ સંક્રમણ ના થાય તે માટે ગત રોજ જિલ્લા કલેક્ટર શ્રી આર.જી.ગોહિલે આણંદ શહેર અને જિલ્લા માં કોરોના સંક્રમણ ને રોકવા માટે ૨૧ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી રોજ સાંજે પાંચ વાગે તમામ બજારો સ્વૈચ્છીક બંધ થઈ જાય તે માટે એક સોં ના હીત માં કરેલી અપીલ ના પગલે વહેપારી એસોસિએશન ના આગેવાનો એ પણ સમર્થન આપ્યું હતું. અને આજે પણ તેઓએ ફરીથી તમામ નાના મોટા વહેપારી ઓ ને સંપર્ક કરી અપીલ કરી રહ્યા છે જિલ્લા માં ધર્મજ સહીત અનેક મોટા નગરો એ સ્વૈચ્છીક બંધ પાળ્યા છે અને વધુ ને વધું ગામો અને નગરો કોરોના સંક્રમણ ને ખાળવા સ્વેચ્છા એ બંધ માં જોડાઈ રહ્યા છે,
આણંદ , કરમસદ , અને વલ્લભ વિદ્યાનગર શહેર માં પણ સાંજે પાંચ વાગ્યા થી બધાજ બજારો બંધ રહે અને શહેર ના નગરિકો ના હીત માં તેમજ પોતાના હીત સહયોગ આપવા વહેપારી આગેવાનો એ આજે ફરીથી સોં ને
અનુરોધ કર્યો હતો.