Home Gujarat આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે….

આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે….

21
0

ગુજરાત સહિત જામનગરમાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. આજ સવારથી જ ખેડૂતો રજીસ્ટેશન માટે પહોંચી ગયા હતા અને ટોકન આપી ખેડૂતોએ રજીસ્ટેશન કરાવ્યું હતું. આજથી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. સરકાર દ્વારા 20 કિલોના 1055ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો આખો મહિનો નોંધણી કરાવી શકશે.
અત્રે મહત્વનું છે કે, જામનગર જીલ્લાના 6 તાલુકાના યાર્ડમાં મગફળીના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત કચેરીમાં પણ નોંધણીની પ્રક્રિયા શરુ છે ત્યારે આજે જામનગરમાં હાપા યાર્ડમાં ખેડૂતો નોંધણી કરાવવા આવ્યા હતા અને સરકાર દ્વારા ખેડૂતોને ટોકન આપી રજીસ્ટેશન કરાવ્યું હતું. રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં આજે સવારથી જ રજીસ્ટ્રેશનને લઇ ને ખેડૂતો હેરાન પરેશાન થઇ ગયા હતા ત્યારે જામનગરમાં રજીસ્ટેશન માટે ખેડૂતો ની નોંધણી ફટાફટ શરુ થતા ખેડૂતો સરકારની આ કાર્યવાહીથી ખુશ જોવા મળ્યા હતા.
બીજી બાજુ પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું રજિસ્ટ્રેશન કરવા આવેલ ખેડૂતો પરેશાન થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઓનલાઈન કામગીરી શરૂ ન થતા ખેડૂતો પરેશાન થયા હોવાની માહિતી મળી રહી છે. પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં કુપન આપી ખેડૂતોને ઘરે પરત જવા જણાવ્યું હતું. જ્યારે સિહોરના ખેડૂતો માટે પાલીતાણા યાર્ડમાં કાઉન્ટર ગોઠવવામાં આવ્યું નહોતું. વીસીઈના કર્મચારીઓની હડતાળના લીધે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોના ટોળા જોવા મળ્યા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના લીરેલીરા ઉડ્યા હતા.
રાજકોટમાં પણ આજથી મગફળીની ટેકાના ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થયું હતું. રાજકોટ જિલ્લામાં 11 તાલુકાના 8 સેન્ટરો પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ માટે જિલ્લાના મોટાભાગના યાર્ડમાં મગફળીના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના જુના યાર્ડમાં રાજકોટ તાલુકો, લોધિકા અને પડધરી તાલુકાના ખેડૂતો રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતો ગોંડલ યાર્ડમાં રજિસ્ટ્રેશન કરી શકશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતમાં ખેડૂતો રજીસ્ટ્રેશન કરવી શકશે. આગામી 21 ઓક્ટોબરે સરકાર ખરીદી શરૂ કરશે. એક ખેડૂત પાસે વધુમાં વધુ 2500 કિલો મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે.


Previous articleભાજપ અને કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ચૂંટણી આવે ત્યારે બન્ને પાર્ટીઓના નેતા વાર પ્રતિવારના નિવેદનો આપી રહ્યા છે,..
Next articleપોપ ફ્રાન્સીસે અમેરિકન ચૂંટણીઓનો હવાલો આપતા અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને મળવાની ના પાડી દીધી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here