આદિપુર વિસ્તારમાં આવેલ સાતવાળી માં સ્વ. ત્રિલોકચંદ મુલચંદાણી અને સ્વ. પરષોતમ મુલચંદાણી ના સ્મરણાર્થે શ્રી મનોજભાઈ મૂલચંદાણી તથા અશ્વનીભાઈ મુલચંદાણી અને સમસ્ત મુલચંદાણી પરિવાર તરફથી શ્રી ગાયત્રી માતાજીના મંદિરનું નવનિર્માણ કરવામાં આવેલ, આ દરમિયાન તારીખ ૨૭/૦૧/૨૦૨૨ ગુરુવારે મૂર્તિ શોભાયાત્રા (નગરયાત્રા)સવારે 10 વાગ્યે, મહાપ્રસાદ બપોરે ૧ વાગ્યે અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બપોરે ૩ વાગ્યેનુ આયોજન કરવામાં આવેલ,
આ ધાર્મિક કાર્યનો ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગર પ્રમુખ ઇશિતાબેન ટીલવાણી, ગાંધીધામ ભાજપ પ્રમુખ પંકજ ઠક્કર, મહામંત્રી નરેશ ગુરબાની,મહેન્દ્ર જુનેજા,વિજયસિંહ જાડેજા,પુનિત દુધેરીયા,સુરેશ શાહ,કાનજી ભર્યા,મધુકાંત શાહ,મોમાયા ગઢવી, લીના બેન ધારક,ગીતાબેન ગણાત્રા, દિવ્યા બા જાડેજા, વિશ્વ સિંધી સેવા સંગમ ઇન્ટરનેશનલ વાઇસ પ્રેસિડેન્ટ સુજાતા પ્રધાન તથા અનેક રાજકીય આગેવાનો અને સાત વાડી વિસ્તારના નગરજનો તથા ગાયત્રી પરિવારની સમગ્ર બહેનોએ લાભ લીધો.

રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ