Home Ahmedabad હળવદમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી

હળવદમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી

138
0

હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય અધ્યક્ષતામાં યોજાયો


તાલુકાકક્ષાની ૨૬મી જાન્યુઆરીની ઉજવણીની આન બાન શાન સાથે કરવામાં આવી


હળવદ માં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી હષૅદીપ આચાર્ય વરદ હસ્તે ‌ધ્વજ વંદન, પરેડની સલામી, બાદ પ્રાસંગિક ઉદબોધન,સમુહ માં રાષ્ટ્રગાન, કરવામાં આવ્યું હતું.ત્યારબાદ કોરોના વોરીયૅસને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં એન.એસ.ભાટી.મામલતદાર, જી.બી.ચોધરી ટીડીઓ, કે.જે.માથુકીયા પીઆઇ, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી. રજનીભાઈ સંઘાણી, વાસુ ભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ,ડો.ભાવિન ભટ્ટી. સહિતના અધિકારીઓ -કર્મચારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

તાલુકાકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી નિયત સંખ્યામાં કોરોના ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે કરવામાં આવી હતી. કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સાંસ્કૃતિક કાર્યક્રમો, કર્મયોગીઓનું સન્માન, રમતવીરોના સન્માન મોકુફ રખાયા હતા. સમગ્ર કાર્યક્રમ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યો હતો.

મયુર રાવલ હળવદ
9909458555

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here