Home International લોકડાઉનમાં અંગલિઆ રસ્કિન યુનિવર્સિટીના સંશોધકો ઓસ્ટ્રિયાના લોકોનો અભ્યાસ કરીને આ તારણ સુધી...

લોકડાઉનમાં અંગલિઆ રસ્કિન યુનિવર્સિટીના સંશોધકો ઓસ્ટ્રિયાના લોકોનો અભ્યાસ કરીને આ તારણ સુધી પહોંચ્યા

16
0

લોકડાઉન સમયમાં આનંદ અને ખુશી સંબંધી મિજાજ અંગે થયેલા એક અભ્યાસના તારણમાં કહેવામાં આવ્યું છે કે થોડો સમય ઘરની બહાર ગાળતી વખતે, તમામ ઉપકરણો બંધ કરીને કે પછી સ્ક્રીન સામે તુલનામાં થોડો સમય ગાળીને લોકો આનંદ કે ખુશીનો અહેસાસ કરી શકતા હતા. એપ્રિલ ૨૦૨૦ના સમયગાળાના લોકડાઉનમાં અંગલિઆ રસ્કિન યુનિવર્સિટીના સંશોધકો ઓસ્ટ્રિયાના ૨૮૬ લોકોનો અભ્યાસ કરીને આ તારણ સુધી પહોંચ્યા છે. આ કડક લોકડાઉન સમયે લોકો મર્યાદિત સમય માટે જ ઘર બહાર નીકળી શકતા હતા.
સંશોધકોએ જણાવ્યું હતું કે લોકો જ્યારે ઘરની બહાર નીકળતા હતા ત્યારે આનંદ કે ખુશીના સ્તરમાં વધારો થતો હતો. લોકો જ્યારે સ્ક્રીન કે ઉપકરણ સામે વધુ સમય ગાળતા હતા ત્યારે તેમના આનંદના સ્તરમાં ઘટાડો જોવા મળતો હતો. સંશોધકોએ સરકારને સૂચન કર્યું છે કે તેણે લોકોને સલાહ આપવી જોઈએ કે પોતાના મિજાજને ખુશ કરવા કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન ઘરની અંદર જ પુરાઈ રહેવાને સ્થાને થોડા ક બહાર નીકળીને તાજગીસભર હવાનો પણ અહેસાસ કરવો જોઈએ.
આ અગાઉ થયેલા સંશોધનમાં પણ કહેવામાં આવ્યું હતું કે ખાસ કરીને હરિયાળા વિસ્તારમાં બહાર ફરીને તમારી માનસિક તંદુરસ્તીનું સંતુલન સુધારી શકાય તેમ છે. આ સંશોધનના તારણ બહાર પડતાં અંગલિઆ રસ્કિન યુનિવર્સિટી, ઓસ્ટ્રિઆની કાર્લ યુનિવર્સિટી તેમ જ મલેશિયાની પરદેના યુનિવર્સિટીના અધ્યાપકોને પણ નેશનલ લોકડાઉન વખતે લોકોના મિજાજ સંબંધે અભ્યાસ કરવાનો વિચાર સ્ફુર્યો હતો. આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો ત્યારે ઓસ્ટ્રિયામાં રાષ્ટ્રીય લોકડાઉન અમલી હતું. થોડી ઘણી શારીરિક કસરત સહિતની જૂજ પ્રવૃત્તિ માટે તેમને ઘર બહાર નીકળવાની છૂટછાટ હતી.
કઈ રીતે થયો અભ્યાસ
લોકડાઉન દરમિયાન લોકોના મિજાજ અંગે અભ્યાસ હાથ ધરવા આ સંશોધકોએ તેમણે પસંદ કરેલા ૨૮૬ લોકો ટીવી, કોમ્પ્યૂટર અને સ્માર્ટફોનની સ્ક્રીન સામે દૈનિક કેટલો સમય પસાર કરતા હતા, તેમને થઈ રહેલા એકલવાયાપણાનો અભ્યાસ, અને બદલાતા રહેતા મિજાજ વિષે અભ્યાસ હાથ ધર્યો હતો. અંગલિઆ રસ્કિન યુનિવર્સિટીના જ પ્રોફેસર વિરેન સ્વામી પણ આ અભ્યાસમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે અભ્યાસ દરમિયાન સામે આવ્યું હતું કે લોકો ઘરમાં રહેતા હતા તેને મુકાબલે ઘર બહાર નીકળતા હતા ત્યારે વધુ આનંદ અનુભવતા હતા. પછી બહાર નીકળીને તે ગમે તે કરતા હોય, પરંતુ ઘર બહાર તેમને આનંદ આવતો હતો. પરંતુ જે લોકો સ્ક્રીન સામે વધુ સમય ગાળતા હતા, તેમને મુકાબલે જે લોકો સ્ક્રીન સામે ઓછો ગાળતા હતા, તેમનો મિજાજ પ્રમાણમાં વધુ ખુશ રહેતો હતો. લોકો જેટલો વધુ સમય સ્ક્રીન સામે ગાળતા હતા તેટલા જ પ્રમાણમાં એકલવાયાપણાનો અહેસાસ કરતા રહેતા અને તેમને ઓછો આનંદ આવતો હતો.


Previous articleસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને ગ્રાહકોને સુરક્ષા ટીપ્સ આપી
Next articleહવામાન ખાતા એ દક્ષિણ ગુજરાત માં કમોસમી વરસાદ ની આગાહી કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here