Tech

સાયબર સુરક્ષા ફર્મ ચેક પોઈન્ટના રિસર્ચર્સે ઈન્સ્ટાગ્રામ પર એક એવા બગને શોધી કાઢ્યું છે, જે હેકર્સને ઈન્સ્ટાગ્રામ હેક કરવાની પરમિશન આપી દે છે…

સાયબર સુરક્ષા ફર્મ ચેક પોઈન્ટના રિસર્ચર્સે ઈન્સ્ટાગ્રામ પર એક એવા બગને શોધી કાઢ્યું છે, જે હેકર્સને ઈન્સ્ટાગ્રામ હેક કરવાની પરમિશન આપી દે છે. ચેક પોઈન્ટના એક નવા રિસર્ચ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે ઈન્સ્ટાગ્રામ એપમાં હાજર આ બગનો ઉપયોગ હેકર્સ યુઝર્સનું શોષણ કરવા માટે કરે છે. ફોટો/વીડિયો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામનાં દુનિયાભરમાં 1 બિલિયન કરતાં પણ વધારે યુઝર્સ છે. અને આ એપની અંદર રહેલાં બગની શોધ ચેક પોઈન્ટ દ્વારા છ મહિના પહેલાં જ કરી દેવામાં આવી હતી.

ચેક પોઈન્ટે એક નિવેદનમાં કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં ચેક પોઈન્ટના રિસર્ચર્સે ઈન્સ્ટાગ્રામ એપમાં એક બગ શોધી કાઢ્યું હતું, જે હેકર્સને યુઝર્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સુધી પહોંચવામાં મદદ કરી રહ્યું હતું. આ હુમલા માટે હેકર ફક્ત એક ફોટો યુઝર્સને મોકલતો હતો, જે ખોલતાં જ તે હેકિંગનો શિકાર બની જતો હતો. જ્યારે યુઝર્સ દ્વારા એ ફોટાને ઈન્સ્ટાગ્રામમાં સેવ અને ઓપન કરાતો હતો તો હેકર તેના ઈન્સ્ટાગ્રામ મેસેજ અને ફોટા સુધી સરળતાથી પહોંચી શકે છે.

હેકર યુઝર્સના ડિવાઈઝને કંટ્રોલ કરી તેની તમામ પ્રાઈવેટ જાણકારીઓ સરળતાથી મેળવી શકતો હતો. ડિવાઈઝ સુધી પહોંચ્યા બાદ હેકર યુઝર્સની લોકેશન જાણી શકતો હતો. એટલે કે યુઝર્સ પોતે જ હેકરને તમામ એક્સેસ આપી દેતો હતો, જેનાથી ફોન પર કોન્ટેક્ટ, કેમેરા અને જગ્યા સહિતની જાણકારી મળી શકે છે.

આ ઉપરાંત ચેક પોઈન્ટે સાવચેતીનાં પગલાં જણાવતાં કહ્યું કે, અમે તમામ ઈન્સ્ટાગ્રામ યુઝર્સને વારંવાર એ જ કહીએ છીએ કે પોતાની સુરક્ષા નિશ્ચિત કરવા માટે લેટેસ્ટ ઈન્ટાગ્રામ એપ્લિકેશનનો ઉપયોગ કરો અને જો તે અપડેટ માગી રહ્યો છે તો તેને જરૂરથી અપડેટ કરો.

Leave a Reply

Your email address will not be published.