એક તરફ દિવાળીની ખરીદીમાં કોરોના ગાઈડ લાઈન્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન હવે શહેરી જનોને ભારે પડી રહ્યું છે. દિવાળીમાં ફરી એકવાર અમદાવાદની કોરોના હોસ્પિટલ પેક જોવા મળી રહી છે. સોલા સિવિલ અને અમદાવાદ સિવિલ બાદ GCS હોસ્પીટલમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પીટલના મોટાભાગના ICU બેડ ફૂલ થઇ ચુક્યા છે. આઈસોલેશનમાં માત્ર પાંચ ટકા બેડ ખાલી છે.
આ બધાની વચ્ચે મોટા સમાચાર એ આવી રહ્યા છે કે, વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ GCS હોસ્પિટલના રેસિડેન્ડ ડોક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. હડતાળ મુદ્દે કોલેજના મેનેજમેન્ટ અને હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સ વાતચીત શરૂ કરી હતી. રેસિડેન્ડ ડોક્ટર્સની માગ છે કે, ફીમાં ઘટાડો કરવામાં આવે અને કોવિડ ડ્યુટીના ભથ્થા અંગે પણ કોઈ નિર્ણય લેવામાં આવે. આશરે 200થી વધારે જેટલા ડોક્ટર્સની હડતાળના કારણે સારવાર માટે આવેલા દર્દીઓની હાલાકીમાં પણ વધારો થયો છે.
સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે છેલ્લા 6 મહિનાથી કોવિડમાં ડ્યુટી કરી રહેલા ડોક્ટર્સ હડતાળ પર ઉતરી ગયા છે. તે સિવાય કોવિડમાં ડ્યુટી આપવાને લઇને રોષ જોવા મળી રહ્યો છે. આજે બીજા દિવસે પણ તબીબો હડતાળ પર છે. આ ડ્યુટી મેડિકલમાં અભ્યાસ કરતા તબીબોને આપી છે. તે સિવાય 15 લાખ રૂપિયા ફી ભરી હોવા છતાં અભ્યાસ બગડતો હોવાનો આરોપ લગાવ્યો છે.
Home Gujarat કોરોનાના કેસ વચ્ચે અમદાવાદ GCS હોસ્પિટલના રેસિડેન્ડ ડોક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર...