Home South-Gujarat ઓલપાડ નગર સ્થિત ઝાંપાફળિયાના રહીશોએ કોરોના સંક્રમણને રોકવા અગમચેતીનાં પગલાં ભર્યા

ઓલપાડ નગર સ્થિત ઝાંપાફળિયાના રહીશોએ કોરોના સંક્રમણને રોકવા અગમચેતીનાં પગલાં ભર્યા

44
0

કોરોના મહામારીનું પૂર તેની ભયજનક સપાટીએ છે. લોકો ડગલેને પગલે સંક્રમિત થઈ રહ્યા છે છતાં પણ કેટલાક અણસમજુ લોકો સરકારી માર્ગદર્શિકાનો અનાદર કરી નિશ્ચિંતપણે સમાજને જોખમભરી પરિસ્થિતિમાં મૂકી રહ્યા છે. આવા બેજવાબદાર લોકો પોતે સાવચેતીનાં પગલાં ભરવાને બદલે બીજાને ખો આપવાની વૃત્તિ ધરાવતા હોય છે.

સ્વયંભૂ અનુશાસન અને સાવચેતીના પગલાં હાલની વિકટ પરિસ્થિતિની તીવ્ર જરૂરિયાત છે. જાગ્યા ત્યાંથી સવાર એ ઉકિતને ધ્યાનમાં રાખતા હોય એમ ઓલપાડ નગરમાં મેઈન બજારને અડીને આવેલ ઝાંપાફળિયાના રહેવાસીઓ દ્વારા કોરોના સંક્રમણથી બચવા અગમચેતીના ભાગરૂપે તેમના સમગ્ર મહોલ્લાની મહાસફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત દરેકેદરેક ઘર તથા આંગણાને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. મહોલ્લામાં કોરોનાનો પગ પેસારો ન થાય તે માટે સંકલ્પબદ્ધ મહોલ્લાના જાગૃત રહેવાસીઓ રજની ચૌહાણ, વિશ્વેશ ગોર, કેદાર ગોર, અશોક પટેલ, ડૉ.ભાવેશ પટેલ, મહેશ પટેલ, ધવલ પટેલ, હર્ષદ ગોરાણી, સંજય પારેખ, રાકેશ પારેખ સહિત યુવક મંડળ અને મહિલા મંડળે આ ઝુંબેશ સફળતાપૂર્વક ઉપાડી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleપઠાર ગામેથી પોલીસે ૯૩,૧૦૦ રૂ.વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો,
Next articleહાંસોટ તાલુકાના કતપોર શેલ્ટર હોમ ખાતે ૪૦ બેડ સાથે ટૂંક સમયમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here