Home South-Gujarat માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૧ માં જન્મ દિવસની ઉજવણી ભરૂચ...

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૧ માં જન્મ દિવસની ઉજવણી ભરૂચ માં ઉમાભવન ખાતે કરાઇ

137
0


ગુજરાત રાજ્યના પનોતા પુત્ર માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૧ માં જન્મ દિવસની ઉજવણી માટે માન. ચેરમેનશ્રી શિશપાલજી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૭૧ સ્થાન પર યોગ અને હવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.






ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ભરૂચ યોગ કોચો દ્વારા ઉમાભવન ખાતે તા. ૧૭.૦૯.૨૦૨૧ ના રોજ સવારે ૮.૩૦ કલાકે આ કાર્યક્રમ રાખવામાં આવેલ. આ પ્રસંગે મુખ્ય મહેમાનો માં સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે હાજરી આપી અને યોગ કરવા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા અને નારી સશક્તિકરણ ને પ્રાધાન્ય આપતુ ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના બાંધકામ સમિતિના અધ્યક્ષ ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી થતા ભોલાવ તાલુકા પંચાયતના પ્રમુખ મોનાબેન, ભોલાવ તાલુકા પંચાયતના સભ્ય સુચિતબેન પટેલ, યોગીતાબેન રણા અને ઝાડેશ્વરના તાલુકા સભ્ય કૌશિકભાઈ પટેલ તથા ભરૂચ જિલ્લાના રમત-ગમતના કન્વીનર પ્રશાંતભાઈ પટેલે પ્રોગ્રામમાં હાજરી આપી હતી.
ભરૂચ જિલ્લાના યોગ કોચ દિપલબેન પટેલ, ભાવિનીબેન ઠક્કર, પ્રકાશચંદ્ર પટેલ, રચનાબેન ઉપાધ્યાય તથા મોટી સંખ્યામાં યોગ ટ્રેનરો અને યોગ સાધકો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના દિર્ઘાયુ અને સ્વસ્થ તંદુરસ્ત જીવન માટે ની કામના કરી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here