Home South-Gujarat મરોલી રેલ્વે ઓવરબ્રીજ કામગીરી અનુલક્ષીને આવતા-જતા માર્ગ વાહનવ્યવહાર પર પ્રતિબંધ ઃ જાહેર...

મરોલી રેલ્વે ઓવરબ્રીજ કામગીરી અનુલક્ષીને આવતા-જતા માર્ગ વાહનવ્યવહાર પર પ્રતિબંધ ઃ જાહેર જનતાઍ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો

39
0

નવસારીઃ વેસ્મા-મરોલી-ઉભરાટ રોડ ઉપર મરોલી આવેલ રેલ્વે ફાટક નં-૧૩૩ ના સ્થાને રેલ્વે ઓવરબ્રીજ બનાવવાનું કામ ૯૦ ટકા પૂર્ણ થયેલ છે. સદર બ્રીજમાં રેલ્વે ભાગમાં કામગીરી રેલ્વે વિભાગ વડોદરા દ્વારા કરવાની હોય, રેલ્વે ભાગમાં કામ કરવામાં ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેમજ કોઇ અકસ્માત ના થાય ઍ માટે ટ્રાફિક ડાયવર્ટ કરવું તથા રેલ્વે ફાટક નં ૧૩૩ બંધ કરવાની આવશ્યકતા હોઇ, મરોલી ખાતે આવેલ ફાટક નં-૧૩૩ ને રેલ્વે ભાગના બ્રીજના કામ માટે આગામી તા.૧૫/૧૧/૨૦૨૧ સુધી બંધ રાખી ટ્રાફિક ડાયવર્ઝનના વૈકલ્પિક માર્ગ અન્વયે વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આર્દ્રા અગ્રવાલે મળેલી સત્તાની રૂઍ મરોલી ખાતે આવેલા કસ્ટ્રકશન ઓફ રેલ્વે ઓવરબ્રીજ ઇન લ્યુ ઓફ ઍલ સી નં ૧૩૩ ને રલ્વે ભાગના બ્રીજના કામ માટે તા.૨૦/૦૪/૨૦૨૧ થી તા.૧૫/૧૧/૨૦૨૧ સુધીના સમય માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામાના સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે નવસારી થી મરોલી તથા મરોલી થી નવસારી તરફ જતા દ્વિચક્રી અને લાઇટ મોટર વ્હીકલ નવસારી-સુરત રોડ ઉપર આવેલ કોલાસણા પાટીયાથી કોલાસણા ગામ કડોલી થઇને રેલ્વે ફાટક નં-૧૩૨ થઇ મહુવર મરોલી રસ્તા પરથી પસાર થવાનું રહેશે. નવસારીથી મરોલી તથા મરોલીથી નવસારી તરફ જનાર ભારે વાહનોઍ નવસારી-સુરત રોડ (કસ્બાપાર) થી માણેકપોર સાગર ફાટક નં-૧૩૦ થઇ છીણમ થઇ મરોલી-ઉભરાટ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
આ હુકમનો અનાદર કરનાર કે ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ (સને ૧૯૫૧ નો ૨૨ માં) કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
(શેખર ખેરનાર ડાંગ )


Previous articleઘરેથી ભાગીને લગ્ન કરવા જતી સગીરાને ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમે સમજાવી પરિવારને સોપી
Next articleડાંગ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here