South-Gujarat

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની રજૂઆત નું પરિણામ

એપ્રિલ માસ મા યોજવામાં આવનાર એકમ કસોટી અંતે રદ કરવામાં આવી

માંગરોલ, દેગડીયા –– દિવસે દિવસે કોરો ના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જી સી ઈ આર ટી દ્વારા ધોરણ 3થી 8 ની તારીખ 27 થી સામાયિક કસોટી લેવાનું નક્કી કરેલ હતુ જે બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી શ્રી સતિષભાઈ પટેલ દ્વારા કોરોના મહામારી ના આવા સમયે સામાયિક કસોટી ન યોજવા શિક્ષણ સચિવ શ્રી ડો વિનોદ રાવ સાહેબ ને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી જે બાબતે જી સી ઈ આર ટી ના સચિવ દ્વારા આજ રોજ સામાયિક કસોટી મોકૂફ રાખવા અંગે નો પરિપત્ર કરવામાં આવેલ છે આમ હવે કસોટી લેવાની રહેતી નથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ હંમેશા શિક્ષકો ના પ્રશ્નો ની સચોટ રજૂઆત કરતુ રહ્યું છે અને તેનું પરિણામ પણ સકારાત્મક મળે છે આ પરિપત્ર કરાવવા બદલ સુરત જિલ્લા સંઘ ના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદ ભાઈ ચૌધરી એ ડો વિનોદ રાવ સાહેબ, સચિવ શ્રી જી સી ઈ આર ટી, રાજ્ય સંઘ ના પ્રમુખ શ્રી દિગ્વિજય સિંહ, મહામંત્રી સતિષભાઈ પટેલ નો આભાર વ્યક્ત કરેલ છે એમ અખબારી યાદી મા જણાવેલ છે.

રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Leave a Reply

Your email address will not be published.