Home Surat ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની રજૂઆત નું પરિણામ

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની રજૂઆત નું પરિણામ

2
0

માંગરોલ, દેગડીયા — ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી દિગ્વિજય સિંહ જાડેજા, મહામંત્રી શ્રી સતિષભાઈ પટેલ દ્વારા ગુજરાત રાજ્ય ના સ્ટેટપ્રોજેક્ટ ડિરેક્ટર પી ભારતી ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેના અનુ સંધાન મા આજે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા લેખિત કરાયુ છે જેમાં જણાવેલ છે કે હાલ કોરોના નું સંક્રમણ વધુ હોઈબી આર સી, સી આર સી, યુ આર સી, કો ઓડીનેટર ને તેમની ટૂર ડાયરી પ્રમાણે શાળા વિઝીટ કરવામાં બીજી સૂચના ન મળે ત્યાં સુધી મુક્તિ આપવામાં આવે છે આ સમય દરમ્યાન સી આર સી કો ઓડી નેટરે બી આર સી ભવન ખાતે સંદર્ભ દર્શિત પરિપત્ર સૂચના મુજબ કામગીરી કરવાની રહેશે
રાજ્ય સંઘ ની રજૂઆત ફરી એક વખત સફળતા મળે છે. સફળતા માટે રાજ્યના પ્રમુખ શ્રી દિગ્વિજય સિંહ જાડેજા મહામંત્રી શ્રી સતિષભાઈ પટેલ અને રાજ્યસંઘની ટીમને ખૂબ ખૂબ અભિનંદન રાજ્ય સંઘ ની સાચી વાતને માની અને સી.આર.સી, બી.આર.સી અને બી.આર.પી. મિત્રોની કાર્ય કરવાની તકલીફને સમજી અને કાર્ય કરવા માટે ફેરફાર કરી આપવા માટે થઈને રાજ્યની એસ એસ એ કચેરી નો પણ આભાર. એમ સુરત જિલ્લા સંઘ ના પ્રમુખ કિરીટભાઈ પટેલ, અરવિંદ ભાઈ ચૌધરી એ જણાવેલ છે
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત

Previous articleઉમરપાડા તાલુકા ના નવી વસાહત ના ખૌટારામપુરા ગામે એક હજાર લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું..
Next articleભરૂચ જિલ્લામાં કોરોનાના ૫૬ પોઝીટીવ કેસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here