Home South-Gujarat વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે ભરૂચ જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેને...

વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે ભરૂચ જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેને યોજેલી સમીક્ષા બેઠક

135
0

વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે ભરૂચ જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેને યોજેલી સમીક્ષા બેઠક
સર્વગ્રાહી સમીક્ષા કરી જિલ્લા વહીવટતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું..
કોરોનાથી ગભરાવવાની જરૂર નથી,પરંતુ તેમાં યોગ્ય સાવચેતીની જરૂર છે અને તે માટે સહુની વ્યકિતગત અને સામાજિક જવાબદારી છે –: જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીનાહુસેન
કામ સિવાય ધરની બહાર ન નીકળવા જિલ્લાના નાગરિકોને જિલ્લા પ્રભારી સચિવશ્રીએ કરેલી અપીલ

વેકસીનેશનની કામગીરી વધુ વેગવંતી બનાવવા આરોગ્ય વિભાગના
અધિકારીશ્રીઓને કરાયો અનુરોધ
ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવશ્રીમતિ શાહમીનાહુસેને ગઇકાલે કલેકટર કચેરી ખાતે વૈશ્વિક કોરોનાની મહામારી સંદર્ભે ભરૂચ જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા માટે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત કોવિડ-૧૯ સંદર્ભે સોંપવામાં આવેલી કામગીરીના નોડલ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જિલ્લામાં કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી જિલ્લા વહીવટતંત્રને જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું.
જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેને જણાવ્યું હતું કે કોરોનાથી ગભરાવવાની જરૂર નથી પરંતુ તેમાં યોગ્ય સાવચેતીની જરૂર છે અને તે આપણા સહુની વ્યકિતગત અને સામાજિક જવાબદારી છે તેમણે કામ સિવાય ધરની બહાર ન નીકળવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે.
બેઠકમાં જિલ્લામાં કોરોનાને લગતી બિમારીના સંદર્ભમાં કોઇ પણ નાગરિક કે દર્દીને કોઇ પણ હાલાકી ન પડે તે માટે સમયસર ટેસ્ટીંગ થાય, સમયસર પરીક્ષણનો રીપોર્ટ દર્દીને મળી જાય, તાત્કાલિક દર્દીની ટ્રીટમેન્ટ થાય તે પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. સંબંધિત નોડલ અધિકારીશ્રીઓને આ અંગેનું મોનીટરીંગ કરવાની પણ સુચના આપી હતી.
જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેને ભરૂચ જિલ્લાના તમામ તાલુકા મથકે કોવિડ કેર સેન્ટર ઉભા કરીને સામાન્ય લક્ષણો ધરાવતા રૂટીન પ્રકારના કોરોનાના પોઝીટીવ દર્દીઓને જે તે તાલુકાના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરીને જરૂરી સારવાર પુરી પાડવા સહિતની કોવિડ હોસ્પિટલોમાં બિનજરૂરી ભારણ ઘટાડવા બાબતે જરૂરી પરામર્શ કરાયો હતો.
બેઠકમાં કોવિડ હોસ્પિટલ ખાતે બેડની ક્ષમતા, ઓકસીજન માટેની વ્યવસ્થા, હોસ્પિટલ ખાતે જરૂરી માળખાકીય સુવિધાઓ સહિતની વિવિધ બાબતોની જે તે નોડલ અધિકારીશ્રીઓને પૃચ્છા કરી ઝીણવટભર્યો પરામર્શ કરી જરૂરી માર્ગદર્શન પણ પુરું પાડયું હતું.
બેઠકમાં જિલ્લામાં આગામી દિવસોમાં એકટીવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડા સાથે રીકવરી સાથેના દર્દીઓને હોસ્પિટલમાં અપાતી રજાની સંખ્યામાં વધારો થાય તે જોવા પણ પ્રભારી સચિવશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
બેઠકમાં જિલ્લામાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી, ફરજીયાત માસ્કના કાયદાનું પાલન, સોશીયલ ડીસ્ટન્સીંગ, RTPCR ટેસ્ટની કામગીરી અને વેકસીનેશનની કામગીરી વેગવંતી બનાવવા અંગેની ચર્ચા- વિચારણા કરી પ્રભારી સચિવશ્રીએ જરૂરી માર્ગદર્શન સાથે રચનાત્મક સુચનો પણ કર્યા હતા.
બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારીગણ, અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here