Home Surat ભરૂચ જિલ્લા વહિવટી-આરોગ્યતંત્ર સાથે યોજાયેલી સમીક્ષા બેઠક

ભરૂચ જિલ્લા વહિવટી-આરોગ્યતંત્ર સાથે યોજાયેલી સમીક્ષા બેઠક

90
0

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામેના આયોજનની પૂર્વ તૈયારીઓ અંગે તથા કોવિડ વેક્સિનેશનની કામગીરી સંદર્ભે ભરૂચ જિલ્લા વહિવટી-આરોગ્યતંત્ર સાથે યોજાયેલી સમીક્ષા બેઠક


કોવિડ વેક્સિનેશનમાં ભરૂચ જિલ્લા વહિવટી-આરોગ્યતંત્રની સુંદર કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવતા જિલ્લા કલેકટર શ્રી તુષારભાઈ સુમેરા


જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાએ કલેકટર કચેરીના વીસી રૂમ ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, પ્રાયોજના અધિકારીશ્રી અસારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સી.વી.લતા, ભરૂચ, અંકલેશ્વર, જંબુસર અને ઝધડીઆના પ્રાંત અધિકારીશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ. દુલેરા, સીવીલ સર્જન ડો.એસ.આર.પટેલ, જિલ્લાની નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ અને જિલ્લા વહીવટી – આરોગ્યતંત્રના અધિકારીશ્રીઓ સાથે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામેના આયોજનની પૂર્વ તૈયારીઓ અંગે તથા કોવિડ વેક્સિનેશનની કામગીરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં કલેકટરશ્રીએ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લ્હેર સામે જરૂરી તકેદારી સાથે જિલ્લા પ્રસાશન-આરોગ્યતંત્ર દ્વારા કરાયેલા આગોતરા આયોજન-વ્યવસ્થા સંદર્ભની પૂર્વ તૈયારીઓ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી અને આ અંગેની સુક્ષ્માતિસુક્ષ્મ બાબતો સંદર્ભે પણ કલેકટરશ્રીએ જરૂરી સૂચનો સાથે જિલ્લા વહિવટી-આરોગ્ય તંત્રને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટરશ્રીએ ભરૂચ જિલ્લામાં કોવિડ પ્રતિરોધક રસીકરણ ક્ષેત્રે પ્રથમ અને બીજા ડોઝમાં થયેલી કામગીરીની આંકડાકીય વિગતો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા સાથે ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને કોવિડ રસીકરણના બીજા ડોઝની કામગીરી સમયસર અને ઝડપથી પૂર્ણ થાય તે અંગે કલેકટરશ્રીએ જરૂરી માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. કલેકટરશ્રીએ ભરૂચ જિલ્લાની કોવિડ વેક્સિનેશનના પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા સાથે નોંધપાત્ર સુંદર કામગીરીને બિરદાવી જિલ્લા વહિવટી-આરોગ્યતંત્ર અભિનંદન આપ્યાં હતાં.
બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એસ.દુલેરાએ સંભવિત ત્રીજી લહેર સામેના આયોજનની પૂર્વ તૈયારીઓ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી તેમજ કોવિડ રસીકરણ કામગીરીની સમીક્ષા બેઠકમાં જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લાની તાલુકા વાઇઝ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાઇઝ કોવિડ વેક્સીનેશનના પ્રથમ અને બીજાડોઝમાં થયેલી કામગીરી અને બીજાડોઝના રસીકરણ માટેના એલિજીબલ લાભાર્થીઓ, વેક્સિનના જથ્થાની ઉપલબ્ધિ, કોવિડ વેક્સિનેશનના પ્રથમ ડોઝમાં ૧૦૦ ટકા કવરેજવાળા ગામો અને “હર ઘર દસ્તક” ના આયોજન અંતર્ગત સંલગ્ન કામગીરીની વિસ્તૃત વિગતો આપી હતી.

ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleગાંધીધામમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હર ઘર દસ્તકનું આયોજન
Next articleસુંદરપુરા ગામ પાસે એક્ટિવા પર જતાં દંપતિને બાઈક ચાલકે ટક્કર મારતા ઇજાઓ થતા ફરીયાદ નોંધાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here