Bollywood

રિયાના મોબાઈલે ખોલી તેના સૌથી મોટા જુઠની પોલ, ડ્રગ્સ લેવા સિવાય તે ખરીદ અને વેચાણમાં પણ હતી સામેલ

સુશાંતસિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી વધુ ઘેરાઈ રહી છે. મામલામાં મોટી કાર્યવાહી કરીને રિયાના ભાઈને ધરપકડ કરવામાં આવી છે. હવે રિયા ચક્રવર્તી પણ પોતાની પાથરેલી જાળમાં ફંસાતી નજરે પડી રહી છે. હવે તપાસ દરમિયાન તેમના વ્હોટ્સએપમાંથી તેની પોલી ખુલ્લી પડી ગઈ છે.

સેંટ્રલ ઈન્વેસ્ટિગેશ એજંસીની તપાસમાં જાણવા મળ્યું છે કે રિયા ચક્રવર્તીનો હાથ ડ્રગ્સ ખરીદવામાં, વેચવામાં હતો. જો કે રિયાએ એક ખાનગી ચેનલને આપેલા ઈંટરવ્યુંમાં આ વાતને સંપૂર્ણ રીતે નકારી દીધી હતી. કહ્યું હતું કે ડ્રગ્સની સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે અભિનેત્રીએ ક્યારેય ડ્રગનું સેવન નથી કર્યું.

પોતાની જાળમાં ફસાઈ રિયા ચક્રવર્તી

રિયા ચક્રવર્તીના વ્હોટ્સએપ ચેટમાં એ વાતનો ખુલાસો થયો છે કે તેણે કોન્ટ્રાબૈંડ્સ પ્રોડક્સને ખરીદી હતી અને વેચી હતી. જે નાર્કોટિક ડ્રગ્સ અ સાઈકોટ્રોપિક સબ્સટેંસેજ એક્ટના દાયરામાં આવે છે. હવે રિયા ચક્રવર્તીની મુશ્કેલી આવનારા સમયમાં વધી શકે છે. રિયા ચક્રવર્તી મામલાની શરૂઆતથી જ શકનું કેન્દ્રબિંદુ રહી છે. એવામાં તેમના નિવેદન અને વર્તનનો અભાવ આવનારા સમયમાં તેના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. સુશાંત આત્મહત્યા મામલામાં જ્યારથી ડ્રગ્સ એંગલ સામે આવ્યું છે ત્યારથી પૂરજોશમાં તપાસ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.