Bollywood

CBI ફુલ એક્શનમાં, સુશાંતસિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીનો કરવામાં આવશે પોલીગ્રાફ ટેસ્ટ

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતની તપાસ સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈએ શુક્રવારે આ કેસમાં આરોપી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ તપાસ એજન્સી રિયા ચક્રવર્તીનો પોલીગ્રાફ ટેસ્ટ કરવી શકે છે. 2-3 દિવસની પૂછપરછ પછી હવે સીબીઆઈ રિયાનો પોલીગ્રાફ ટેસ્ટ કરવાની તૈયારીમાં છે. સીબીઆઈને આના માટે કોર્ટની પરવાનગી લેવી પડશે. સાથે જ રિયાની પણ પરવાનગી લેવી પડશે.

CBIએ રિયાની 10 કલાક પૂછપરછ કરી

સુશાંતસિંહ રાજપૂતના મોત મામલામાં સીબીઆ આજે સતત બીજા દિવસે પણ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. આ પહેલ શુક્રવારે સીબીઆઈએ રિયાની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. શુક્રવારે પહેલી વખત સીબીઆઈની સામે હાજર થયેલી રિયા રાત્રે 9 વાગ્યા પછી સાંતાક્રૂજમાં આવેલા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસની બહાર નિકળી હતી. રિયા ચક્રવર્તી સવારે અંદાજિત 10 વાગ્યે પોતાના ઘરેથી ગેસ્ટ હાઉસ માટે નિકળી હતી. આ જ ગેસ્ટ હાઉસમાં સીબીઆઈની ટીમે રોકાણ કર્યું છે. રિયા પહેલા સુશાંતના ફ્લેટમાં તેની સાથે રહેતા સિદ્ધાર્થ પિઠાની અને હાઉસ મેનેજર સૈમ્યુલ મિરાંડા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા.

સીબીઆઈએ રિયાને પૂછેલા પ્રશ્નો..

તને સુશાંતસિંહ રાજપૂતના મોતના સમાચાર કોણે આપ્યા ?

તે સમયે તું ક્યાં હતી ?

સુશાંતના મોતના સમાચાર મળ્યા પછી તેમના બાંદ્રામાં આવેલા ઘરે ગઈ હતી ?

ન ગઈ હોય તો કેમ, ક્યારે અને ક્યા મૃતદેહને જોયો ?

તું 8 જૂને સુશાંતસિંહ રાજપૂતનું ઘર છોડીને કેમ ગઈ હતી ?

શું તુ ઝઘડો કરીને સુશાંતનું ઘર છોડીને ગઈ હતી ?

સુશાંતનું ઘર છોડીને ગયા પછી તે 9થી 14 જૂન વચ્ચે તેનાથી વાત કરી હતી ?

સુશાંત સાથે શું વાત કરી હતી અને વાત ન કરી તો તેનું કારણ શું ?

ઘર છોડીને ગયા પછી સુશાંતે તારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ?

શું તે તેમના મેસેજ અને કોલ ઈગ્નોર કર્યા હતા ?

શું કામ સુશાંતના કોલ અને મેસેજ ઈગ્નોર કર્યા હતા ?

તે સુશાંતને શા માટે બ્લોક કર્યો હતો ?

શું સુશાંતે તેમના પરિવારના કોઈ વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ?

શેના વિશે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ?

સુશાંતને કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી ?

તેમની શું સારવાર ચાલી રહી હતી ?

ડોક્ટરો, મનોચિકિત્સકની ડિટેઈલ શું છે ?

તારો સુશાંતસિંહ રાજપૂતના પરિવાર સાથે સંબંધ કેવો હતો ?

સુશાંતના મોતના મામાલમાં સીબીઆઈ તપાસની માંગ કેમ કરી હતી ?

શું તને કંઈ ગડબડ લાગી હતી ?

Leave a Reply

Your email address will not be published.