GUJARAT

મુખ્યમંત્રી ચુંટણી પ્રચાર માં મોરબી આવી રહ્યા છે ત્યારે રાતોરાત રોડ રસ્તા નવા બનાવામાં આવી રહ્યા છે.

રાજ્યમાં ગણા લોકોએ જોયુ હશે કે, સરકારી તંત્ર જાહેર જનતા માટે ક્યારેય યોગ્ય સમયે પોતાનું કામ કરતી નથી પરંતુ જ્યારે રાજ્યના કોઇ ગામ કે શહેરમાં કોઇ મોટી હસ્તી આવવાની હોય ત્યારે શહેર કે ગામડાને રંગરોગાન કરવામાં આવે છે. આવુ જ કંઇ મોરબી (Morbi)માં થઇ રહ્યું છે. હાલમાં ગુજરાતની 8 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી (Gujarat Assembly by-Election) માટે અંતિમ તબ્બકાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM Vijay Rupani) પણ આ પ્રચારમાં વ્યસ્ત છે. મુખ્યમંત્રી ચુંટણી પ્રચાર (Election Campaign)માં મોરબી (Morbi) આવી રહ્યા છે ત્યારે રાતોરાત રોડ રસ્તા નવા બનાવામાં આવી રહ્યા છે.

મોરબીમાં એક બાજુ પેટા ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર કાર્ય કરવામાં આવી રહ્યું છે અને મતદારોને રીઝવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.તો બીજી બાજુ મુખ્યમંત્રી ચુંટણી પ્રચારમાં મોરબી આવી રહ્યા છે ત્યારે રાતોરાત રોડ રસ્તા નવા બનવામાં આવી રહ્યા છે. વારંવાર જનતાની રજૂઆતો બાદ રસ્તા ના બનાવ્યા પરંતુ હવે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે જનતાની સુવિધાના નામે નેતાજીના સત્કાર માટે ધોળા દિવસે ટ્રાફિક જામ કરીને પણ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે જેનાથી મોરબીવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સિરામિક નગરી મોરબીમાં ચોમાસા સમયથી મોટા ભાગના તમામ રોડ-રસ્તા અત્યંત ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે. જનતાએ વારંવાર તંત્રને રજૂઆત કરી તેમની વ્યથા ઓછી કરવા માંગ કરી પરંતુ તંત્ર પણ જાણે રાજકીય પાર્ટીના હિત માટે જ કામ કરતુ હોય એમ જનતાના પ્રશ્નો ક્યારેય સાંભળ્યા જ નહિ.

પરંતુ હવે એક બાજુ ચૂંટણીનો માહોલ છે જનતાને રીઝવવાની છે ત્યારે મુખ્યમંત્રી જનતા પાસે ભાજપ માટે મત માંગવા આવી રહ્યા છે અને તેવા સમયે હવે તંત્ર જનતાનું હામી બની ગયું હોય એમ ધોળા દિવસે પણ રોડ રસ્તાની હાલત સુધારવાના કામમાં લાગી ગયું છે. પરંતુ હવે જનતા પણ જાગૃત બની ગઈ છે અને તંત્રની આવી નીતિ સામે ભારે રોષ જવા મળી રહ્યો છે. જનતા માટે સમય નથી ને નેતા આવી રહ્યા છે ત્યારે તેમને સારું લગાડવા માટે રોડ બનાવવામાં આવી રહ્યા છે તેવો આક્રોશ મોરબીવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.