Home Crime સોજીત્રાના પીપળાવ નજીક આંગડિયા પેઢીની ગાડી અટકાવી 59 લાખની લૂંટ

સોજીત્રાના પીપળાવ નજીક આંગડિયા પેઢીની ગાડી અટકાવી 59 લાખની લૂંટ

4
0

આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. લૂંટારુઓએ જિલ્લાને કર્મક્ષત્ર બનાવી લીધું હોય તેમ ચોરી અને લૂંટની ઘટનાઓની સંખ્યા ચાલુ વર્ષે વધી હોવાનું લાગી રહ્યુ છે.આણંદ-સોજીત્રા રોડ ઉપર પીપળાવ ચોકડીથી આગળ મોડી રાત્રે અમદાવાદની આંગડિયા પેઢીની ગાડી પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી બે કારમાં અજાણ્યા શખ્સો આવ્યા અને કાર અટકાવીને કારનો કાચ તોડી કારમાં મરચુ નાખીને 59 લાખ ઉપરાંતના કિંમતના સોના ,ચાંદીનાના, દાગીના તથા કિંમતી હીરા ભરેલા થેલાની ચીલ ઝડપ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ સોજીત્રા પોલીસે થતા આણંદના ડીવાયએસપી સહિતનો ઉચ્ચ અધિકારીનો કાફલો પહોંચી ગયો હતો અને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે.
અંગાડીયા પેઢીની કારને અટકાવીને લૂંટારુઓએ ગાડી ઉપર કારના આગળના ભાગે દંડો મારી કાચ તોડી નાખી કારમાં બેસલ કર્મચારીઓની આંખમાં મરચુ નાખ્યું હતું. કારના દરવાજા ખોલી દિલધડક રીતે હીરા અને સોના ચાંદીના દાગીના ભરેલા થેલાની સનસનાટી લુંટ ચલાવી લુંટારુઓ ફરાર થઈ ગયા હતા.ફરિયાદીએ પોલીસ ને આપેલ માહિતી મુજબ આ મુદામાલની કિંમત 59,84,000 જેટલી હોવાનો અંદાજ છે.
વધુ માહિતી અનુસાર બે કારમાં 8થી 12 લાકો આવ્યા હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જોકે આ લોકો વડોદરાથી તેઓનો પીછો કરતા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ મોડી રાત્રે પીપળાવ સોજીત્રા રોડ ઉપર લાખોની રકમના દાગીના અને હીરાની લુંટ થતા ભય અને અસલામતીનો માહોલ ઉભો થયો છે.
આ બનાવની જાણ થતા સોજીત્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વહેલી સવારે આણંદના ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ લુંટના પગલે ઘટનાસ્થળે દોડી ગયા હતા. લુંટારુઓને પકડી પાડવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે તેમજ દરેક પોલીસ સ્ટેશનમાં લુંટનો સંદેશો મોકલી લેવામાં આવ્યો છે. હાલમાં તો આ અંગે સોજીત્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ રહી છે.

Previous articleરસીના બન્ને ડોઝ લેનારાને પણ ‘ડેલ્ટા’ વળગે છે
Next articleપેટલાદમાં ચાલુ સીઝનમાં દોઢ માસમાં માત્ર 32 ટકા વરસાદ નોંધાયો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here