Home India પુતિને PM મોદીને ફોન કરી ચીનને આપ્યો સ્પષ્ટ સંદેશ, ભારતને આપશે 33...

પુતિને PM મોદીને ફોન કરી ચીનને આપ્યો સ્પષ્ટ સંદેશ, ભારતને આપશે 33 ઘાતક યુદ્ધ વિમાન…

79
0

લદ્દાખમાં ચીન સાથે સરહદ મામલે ભારે તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિન સાથે ફોન પર ચર્ચા કરી હતી. જેમાં પુતિને ભારતને લઈને સકારાત્મક લવણ અપનાવ્યું હતું. રશિયાએ ભારતને ચીન સાથેની તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાનમાં રાખી ટૂંક સમયમાં જ 33 ઘાતક યુદ્ધ વિમાનો આપવાની તૈયારી દાખવી છે.
ભારતના રક્ષામંત્રાલયે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા એક મોટી ડીલને મંજૂરી આપી દીધી છે. જેમાં ભારતીય સેના માટે નવા યુદ્ધ વિમાનો અને મિસાઈલો ખરીદવાની જોગવાઈ છે. રશિયા પાસેથી યુદ્ધ વિમાનો ખરીદવા માટે 18,148 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી ભારત રશિયા પાસેથી સુખોઈ-30MKI અને મિગ-29 યુદ્ધ વિમાનો ખરીદશે.



PM મોદી-પુતિન વચ્ચે થઈ વાતચીત
રશિયાના ઈતિહાસમાં અનેરૂ સ્થાન ધરાવતા દ્વિતિય વિશ્વયુદ્ધમાં મેળવેલી અદ્વિતિય જીતના 75 વર્ષ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરી શુભેચ્છા પાઠવી છે. સાથે જ પુતિનને 2036 સુધી રશિયાના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવાને લઈને પણ શુભેચ્છા આપી હતી.
પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન પુતિને સ્પષ્ટ કર્યું છે કે, ભારત અને રશિયા વચ્ચેના સુરક્ષા સંબંધો વધારે મજબુત બનશે. ચીન સાથે ભારતનો ભારે તણાવ ચાલી રહ્યો છે ત્યારે પુતિનનું આ નિવેદન ઘણું મહત્વનું માનવામાં આવે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here