Home India રશિયા યૂક્રેન યુદ્ધે પાંચ રાજ્યોની ચર્ચાઓને ભૂલાવી…..!!

રશિયા યૂક્રેન યુદ્ધે પાંચ રાજ્યોની ચર્ચાઓને ભૂલાવી…..!!

163
0

(ARlive: હર્ષદ કામદાર)- દેશભરમાં હાલના સમયમાં પાંચ રાજ્યોમાં યોજાયેલ ચૂંટણીઓને ભૂલીને મોટાભાગના લોકો રશિયા- યુક્રેન વચ્ચે જામી પડેલા યુધ્ધ જંગની ચર્ચામાં ઉતરી પડયા છે અને આ બધુ દેશભરના ટીવી માધ્યમો અને સોશિયલ મીડિયા ને આભારી છે.એ હકીકત સ્વીકારવી રહી. ટૂંકમાં દેશનું ટીવી ન્યુઝ ક્ષેત્રે દેશના લોકોનું માઇન્ડ વોશ કરવાની માસ્ટરી ધરાવતું બની ગયું છે.! એ પણ એટલું જ સત્ય છે. મોટા ભાગના લોકો સોના- પિતળને પારખવામાં થાપ ખાઈ જાય છે. તેનું કારણ છે કે દેશની આમ પ્રજામાં જે પ્રકારની જાગૃતિ જોઈએ તેનો અભાવ છે. દેશની પ્રજામાં સારપતાના, સંસ્કારિતાના, સત્યતાના વિશ્વાસના બીજ પરાપૂર્વથી સિચાયેલા છે જે આજે પણ મોટાભાગે યથાવત છે. છતાં આધુનિકતા તરફ વળેલા લોકો આ સનાતન સંસ્કારોને ખૂણામાં હડસેલી દઈને મન ફાવે તેમ જીવવા સાથે વ્યવહાર, વર્તન, વાણી વિલાસ કરતા થઈ ગયા છે. જેનો વિશ્વભરમા દાખલો છે “યુનો”માં જોડાયેલા તમામ દેશોએ યુદ્ધ નહીં પણ શાંતિ, વાટાઘાટો, એકબીજા દેશને જરૂરી સમયે માનવીય સહાય કરવી તેવા સર્વ સંમતી સાથે નિર્ણય અને નીતિ નક્કી કરેલ છે. પરંતુ બહુમત શ્રીમંત દેશો આ બાબતને ઘોળીને પી ગયા હોય તેવી સ્થિતિ બની રહી છે. જોકે આમાં ભારત બાકાત છે કારણ ભારત વસુધૈવ કુટુંબકમની ભાવનાઓને વરેલો દેશ છે અને તેને લઈને માનવીય રાહે સહાય કરતો રહે છે અને હાલમાં પણ યુક્રેનને માનવીય સહાય કરે છે. રશિયાની આક્રમકતા તેમજ અણુબોમ્બની ધમકીને લીધે અમેરિકા ગાજતું તેવુ વરસ્યુ નથી. તથા આજ દિન સુધી તેનામાં અને તેના ટેકેદારો દેશોમાં ડર વ્યાપી ગયો હોય તેવું સ્પષ્ટ સામે આવી રહ્યું છે.! અને રશિયા અમેરિકાની વાતોને નગણ્ય ગણીને આગળ વધી રહ્યું છે. જ્યારે કે ચીન ચુપચાપ આ તમાશો જોઈ રહ્યું છે. તેમજ એ પણ હકીકત છે કે ચીન રશિયા સાથે જ છે. આ બધામાં ભારતે ચીનથી ચેતતા રહેવું અતિ જરૂરી બની ગયું છે.કારણ કે રશિયાને દબાવવા અમેરિકા સહિત અનેક દેશોએ આર્થિક પ્રતિબંધો મૂકવા સાથે અનેક પ્રકારના પ્રતિબંધો મૂકી દીધા છે. જેમાં ચીન અને ભારત સહિતના કેટલાક દેશોએ કોઈ પ્રતિબંધ મુક્યા નથી પરંતુ ચીન રશિયાની નિકટતા વધી શકે તેવું બની શકે.એટલા માટે ભારતે ચીનથી ચેતીને રહેવું પડશે. કારણ ભારતને 60 ટકા જેટલી લશ્કરી જરૂરિયાતો રશિયા પૂરી પાડે છે અને અમેરિકા વેપાર-ઉદ્યોગ અનુસંધાને ભારત સાથેના વ્યવહારો કરતું રહ્યું છે!
ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે તેનુ કારણ છે કે આપણે મોડા જાગ્યા છીએ. જ્યારે કે અમેરિકા, જાપાન સહિતના કેટલાક દેશોએ યુદ્ધ શરૂ થવાના 15 થી 20 દિવસ પહેલા પોતાના નાગરિકોને યુક્રેનથી બહાર કાઢી લીધા હતા. બીજી તરફ આપણા નેતાઓ રાજ્યોને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા. ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે તેમની હાલત કફોડી છે. આપણા વિદ્યાર્થીઓને યુક્રેનમાં આવેલ જે તે યુદ્ધ જોખમી શહેરો ગમે તે રીતે છોડી દઈને બાબાની, પિસોચિન, બેઝલ્યુ દિવકા, વેસ્ટર્ન ક્રિમીયા, પોલેન્ડ સહિતના વિવિધ વિસ્તારોમાં પહોંચી જવા માટે આપણા વિદેશ મંત્રાલયે સૂચના આપી દીધી છે. કારણ કે રશિયન સૈન્યની ખુવારી થઇ હોવા છતાં આગળ વધી રહ્યું છે અને કિવને તથા ખારકીનને ચારેતરફથી ઘેરી લીધું છે. જોકે ભારતના વિદ્યાર્થીઓને સલામત પાછા લાવવા સરકારે દેશની એરફોર્સની સેવા લઈને અનેક વિદ્યાર્થીઓને પાછા લાવવામાં સફળ રહી છે અને પરત લાવવા પ્રયાસો કરી રહી છે છતાં પણ આજે પણ હજારો વિદ્યાર્થી ત્યાં ફસાયેલા છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ચાલીને પોલેન્ડની સરહદ પર પહોંચવા લાગ્યા છે અને સરકાર આ વિધાર્થીઓને પરત લાવવા પ્રયત્નો કરી રહી છે. ત્યારે આમ પ્રજામાં એવો સવાલ ચર્ચામાં છે કે આપણે વિશ્વ ગુરુ બનવાની વાત કરીએ છીએ ત્યારે આપણા વિદ્યાર્થીઓને દેશમાં એવી કઈ ઉણપ- કમી છે કે વિદેશમાં અભ્યાસ કરવા જવું પડે છે કે પછી ફરજ પડે છે.?!


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here