Home Corona-live રશિયાની કોરોના વાયરસની વેકસીન ખતરનાક? રૂસે જવાબ આપતા ખુલાસો કર્યો કે…

રશિયાની કોરોના વાયરસની વેકસીન ખતરનાક? રૂસે જવાબ આપતા ખુલાસો કર્યો કે…

72
0

રશિયાએ પોતાની કોરોના વેક્સીન પર ઉઠી રહેલા દુનિયાના પ્રશ્નોને પાયાવિહોણા ગણાવ્યા છે. રૂસે વેક્સીનની સુરક્ષાને લઇ લગાવામાં આવી રહેલા આરોપોને આધારહીન ગણાવતા તેને નકારી દીધી છે. આપને જણાવી દઇએ કે બે મહિનાથી પણ ઓછા સમયમાં ચાલેલા હ્યુમન ટ્રાયલના આધાર પર રૂસે રસીની રેગ્યુલેટરી મંજૂરી લઇ લીધી છે. જો કે ત્યારબાદથી રૂસ પર કેટલાંય પ્રકારના પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. જર્મની, ફ્રાન્સ, સ્પેન અને અમેરિકા સહિત કેટલાંય દેશોને રૂસની આ રસી પર વિશ્વાસ નથી.
રૂસના સ્વાસ્થય મંત્રી મિખાઇલ મુરાશકો એ કહ્યું કે રૂસની વેક્સીન પર ઉઠાવામાં આવી રહેલા બજાર પ્રતિયોગિતાથી પ્રેરિગ લાગી રહ્યું છે અને લોકો પોતાના વિચારોને મૂકવાની કોશિષ કરી રહ્યા છે. જો કે તે સંપૂર્ણપણે નિરાધાર છે. તેમણે કહ્યું કે લોકોને રસી ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવાશે.
મુરાશકોએ કહ્યું કે આવતા બે સપ્તાહની અંદર મેડિકલ રસીનું પહેલું પેકેજ મળી જશે જે ખાસ કરીને ડૉકટર્સ માટે હશે. રશિયાના અધિકારીઓની યોજના ઑક્ટોબરમાં મોટાપાયા પર રસી અભિયાન ચલાવાનું છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ રૂસની આ વેક્સીનની સમીક્ષા કરવાનું કહ્યું છે. રૂસની આ વેક્સીન WHOની એ છ રસીની યાદીમાં સામેલ નથી જે પોતાના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં પહોંચી ચૂકયું છે. રૂસનું કહેવું છે કે તેઓ પોતાની રસીના ઉત્પાદનની સાથે જ તેના ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ પણ ચાલુ રાખશે.
અમેરિકા અને યુરોપના મીડિયા અને સ્વાસ્થ્ય અધિકારી સતત આ વેક્સીન પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. આ બધાની વચ્ચે મોસ્કો સ્થિત એસોસીએશન ઓફ ક્લિનિકલ ટ્રાયલ ઓર્ગેનાઇઝેશન એ સ્વાસ્થ્ય મંત્રાલયને આ રસીને ત્યાં સુધી મંજૂરી આપવાની ના પાડી દીધી છે જ્યાં સુધી આ પોતાના ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂરું કરી ના લે.
જો કે રૂસની આ રસીના પક્ષમાં પણ કેટલાંય દેશ છે. ફિલિપાઇન્સના રોડ્રિગો દુતેર્તે એ કહ્યું કે તેઓ રસીનું ટેસ્ટ પોતાના પર જ કરાવશે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે રૂસે આ વેક્સીન બનાવીને માનવતા માટે ખૂબ મોટું કામ કર્યું છે. સૌથી પહેલાં પ્રયોગ હું કરીશ. તો ઇઝરાયલે કહ્યું કે જો આ વેક્સીન સાચી સાબિત થશે તો તેને ખરીદવાની ઓફર મૂકશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here