India

સંજય રાઉત એ કહ્યું કે મુંગેરની ઘટના હિન્દુત્વ પર હુમલો છે.

મુંગેર (Munger) ગોળીબારની ઘટનાને લઇ શિવસેના (Shivsena) એ એનડીએ (NDA)ની સરકાર પર નિશાન સાંધ્યુ છે. પાર્ટીના પ્રવકતા સંજય રાઉત (Sanjay Raut) એ કહ્યું કે મુંગેરની ઘટના હિન્દુત્વ (Hindutva) પર હુમલો છે. તેમણે કહ્યું કે જો આવી ઘટના મહારાષ્ટ્ર (Maharashtra), પશ્ચિમ બંગાળ (West Bengal) કે રાજસ્થાન (Rajasthan)માં બની હોત તો રાજ્યપાલ અને ભાજપના નેતા રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરત હવે બિહાર (Bihar) ના રાજ્યપાલ અને ભાજપના નેતા પ્રશ્ન કેમ ઉઠાવી રહ્યા નથી?

આ સિવાય પાર્ટીએ પોતાના મુખપત્ર સામનામાં લખેલા લેખ દ્વારા ભાજપ પર પ્રહારો કર્યા છે. સંપદકીયમાં લખ્યું છે જે અમારું છે તે સારું છે જે બીજાનું છે તે ખરાબ છે, હાલ ભાજપની તરફથી આ પ્રકારનો વ્યવહાર શરૂ છે.

‘ગડબડ માત્ર મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં છે’

બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા રાજ્યોમાં જે કંઇ થઇ રહ્યું છે તેને જોતા ત્યાં કાયદાનું રાજ બચ્યું છે કયાં? આવો પ્રશ્ન કરી શકાય છે. પરંતુ આ રાજ્ય ભાજપ શાસિત હોવાના લીધે ત્યાં બધું જ બરાબર છે. ગડબડ માત્ર મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં જ છે. બિહારમાં વિધાનસભા ચૂંટણીનું પહેલાં તબક્કાનું મતદાન પૂરું થઇ ચૂકયું છે. પ્રધાનમંત્રી મોદી સહિત કેટલાંય નેતાઓએ બિહારની પ્રચાર સભાઓમાં લોકોને પૂછયું, તમને જંગલરાજ ફરીથી જોઇએ શું? નથી જોઇતું તો ભાજપ અને જેડીયુના પક્ષમાં મતદાન કરો!

જનરલ ડાયરને શર્મિંદી કરનાર ઘટના’

છેલ્લાં 15 વર્ષથી બિહારમાં નીતીશકુમારનું જ શાસન છે. લાગે છે કે તેઓ એ વાતને ભૂલી ગયા છે. મુંગેર જિલ્લામાં દુર્ગા વિસર્જન દરમ્યાન પોલીસે ગોળીબાર કર્યો. મૂર્તિનું જબરદસ્તી વિસર્જન કરવા દીધું, ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું અને 15 લોકો ઘાયલ થયા. પોલીસવાળાઓનું આ કૃત્ય જનરલ ડાયરને પણ લજવનારું હતું, આ પ્રકારનો આક્રોશ શરૂ છે.

તો ભાજપ કરવા લાગે છે નંગા નાચ’

દુર્ગા પૂજાની વિસર્જન યાત્રામાં આ ઉત્પાત મચી અને પોલીસવાળાઓએ સીધી ગોળીઓ જ ચલાવી દીધી. આ ગોળીબારમાં અનુરાગ પોદ્દાર નામના 18 વર્ષના યુવકનું મોત થયું. દુર્ગા પૂજા દરમ્યાન ઉત્પાત, હિંસાચાર, અને પોલીસની ગોળીબારની ઘટના પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં બની હોત તો ‘ઘંટા બજાઓ’ છાપ ખોખલા હિન્દુત્વવાદીઓએ અત્યારસુધીમાં નંગા નાચ શરૂ કરી દીધો હોત. દુર્ગા પૂજામાં ગોળીબારને એક રીતે હિન્દુત્વ પર હુમલો ગણાવીને ઉહાપોહ કરી દીધો હોત.

સુવિધાનુસાર હિન્દુત્વ આવો જ હોય છે. મુંગેરનું હિન્દુત્વ રકતરંજિત થઇ ગયું. આખા બિહારમાં આ લોહીના છાંટી ઉડયા પરંતુ હિન્દુત્વના તમામ રાજકીય ઠેકેદારોના મોંની પટ્ટીથી આંખો બંધ કરી ચુપ બેસી રહ્યા. મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં દુર્ભાગ્યથી કે અપઘાતથી આવી ઘટના બની હોત તો તેમનો હિન્દુત્વ દક્ષ વધુ સાવધાન થઇ જાત. ઉત્તરપ્રદેશમાં અબળાઓનો બળાત્કાર અને હત્યા થઇ. સાધુઓ અને પૂજારીઓની મંદિરોમાં જ નૃશંસ હત્યા કરી દેવાઇ. હરિયાણામાં એક છોકરીને રસ્તા વચ્ચે જ મારી નાંખી. તેઓ આ મામલા પર ‘લવ જેહાદ’નું લેબલ લગાવીને મુકત થઇ ગયા.

ભાજપ શાસિત રાજ્યોમાં ઘટનાર આવી ઘટનાઓની તરફ બનાવટી હિન્દુત્વવાદી ઘણો સંયમ અને તટસ્થ થઇને જુએ છે. આવી ઘટનાઓની તપાસ પોલીસ નિષ્પક્ષતા પૂર્વક કરવાની વાતો કહે છે. ‘મુંગેર’ જેવા હિન્દુત્વ અને દુર્ગા પૂજા પર હુમલાના કેસને દબાવામાં આવે છે. પરંતુ પાલઘરમાં સાધુઓનું ઉકળતું ખૂન પૂછી રહ્યું છે કે મુંગેરમાં જે હિન્દુઓનું લોહી વહ્યું તેના વિરોધમાં ઘંટા કયારે જશો? કમ સે કમ થાળી તો વગાડી દો! બિહારમાં હિન્દુત્વ પર પોલીસવાળા ગોળીઓ ચલાવે છે!

Leave a Reply

Your email address will not be published.