સારદાનંદ બ્રહ્માચારી જ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા? ઈન્ટેલિજન્સ ઓફિસરે પીએમ મોદીને પત્ર લખ્યો હતો
ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝની આજે જયંતિ છે અને્ આજના દિવસથી ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીની શરુઆત કરવામાં આવી છે.

જોકે નેતાજીના મોતનુ રહસ્ય ભારતમાં હંમેશા અવાર નવાર ચર્ચા છેડતુ રહ્યુ છે.2020માં ઈન્ટેલજિન્સ ઓફિસર શ્યામાચરણ પાંડેયે પીએમ મોદીને પત્ર લખીને દાવો કર્યો હતો કે, સારદાનંદ બ્રહ્મચારી જ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા.
શ્યામાચરણ પાંડેની ઈન્ટેલિજન્સ અધિકારીઓ નેતાજી અંગે ઘણી વખત પૂછપરછ કરી ચુકયા છે.શ્યામાચરણ પાંડેયે કહયુ હતુ કે, 1972માં મારી મુલાકાત સારદાનંદ બ્રહ્મચારી સાથે થઈ હતી.તેમનુ વ્યક્તિત્વ ઘણુ આકર્ષક હતુ.મને આઈબીના અધિકારીઓએ પણ પૂછ્યુ હતુ કે, સારાદનંદ બ્રહ્મચારી સુભાષચંદ્ર બોઝ છે…
શ્યામાચરણ પાંડેયે કહ્યુ હતુ કે, તેઓ જ નેતાજી હતી કે નહીં તે તો મને નથી ખબર પણ તેમનુ વ્યક્તિત્વ ઘણુ પ્રભાવશાળી હતી.1951માં તેઓ હું જ્યાં રહું છું તે કેથી શહેરમાં આવ્યા હતા.મારા પિતાજી સાથે તેમની અકસ્માતે મુલાકાત થઈ હતી.1977 સુધી મારા પિતાજી તેમની સેવામાં રહ્યા હતા.આ તેમના અંતિમ દિવસો હતા.સારદાનંદના નામથી નેતાજી પોતાની ઓળખ છુપાવીને રહ્યા હતા.
દરમિયાન સારદાનંદ અને નેતાજીએ લખેલા પત્રોના લખાણને મેળવવામાં આવ્યુ ત્યારે જાણકારોનુ કહેવુ છે કે, બંને લખાણ એક જ વ્યક્તિના હતા.
ડો. સુરેશ ચંદ્ર પાધ્યે નામના વ્યક્તિએ આ પૂરાવા નેતાજીના મોતના રહસ્યની તાપસ કરી રહેલા કમિશનને આપ્યા હતા.ડો.પાધ્યે સાથે સારદાનંદ બ્રહ્મચારીએ યાત્રા કરી હતી અને ડો.પાધ્યેએ કહ્યુહ તુ કે, જ્યારે સુભાષચંદ્ર બોઝના મોટા ભાઈ શરત ચંદ્ર બોઝના નિધનના સમાચાર એક અખબારમાં વાંચીને નેતાજીને ધક્કો લાગ્યો હતો.
દરમિયાન શ્યામાચરણ પાંડેયે પીએમ મોદીને લખેલા પત્રમાં એવી પણ માંગ કરી હતી કે, ડો.પાધ્યેની શોધથી સાબિત થયુ છે કે, સારાદનંદજી નેતાજી હતા અને હવે આ રહસ્ય પરથી પરદો ઉઠાવી દેવો જોઈએ.