Home Rajpipla સરદાર સરોવર નર્મદા ડેમથી 50 કિ.મી. દૂર ભૂકંપ નો આંચકો, ડેમ 6.5...

સરદાર સરોવર નર્મદા ડેમથી 50 કિ.મી. દૂર ભૂકંપ નો આંચકો, ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત

11
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : કેવડીયા ખાતે આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિ.મી. નોંધાયું હતું.


જોકે નર્મદા ડેમને કોઈ ખતરો નથી, કારણ કે નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત છે. સરદાર સરોવર ડેમની ડિઝાઈન અને બાંધકામ રિક્ટર સ્કેલ મેગ્નિટ્યૂડ અનુસાર, 6.5ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી 12 કિ.મી.ની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે એ રીતે કરવામાં આવ્યાં છે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે પણ ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવ્યું છે. આમ, ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, એના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કોઈપણ પ્રકારની વિપરીત અસર અનુભવાઈ નથી અને ઇજનેરી કૌશલ્યના પ્રતીક સમા આ બંને સ્ટ્રક્ચર્સ સંપૂર્ણપણે સલામત છે.

Previous articleદિવાળી બેન ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મુંરબી ગામે ઓક્સિજન મીટરનું વિતરણ કરાયુ…
Next articleધાંગધ્રા દરિયાલાલ વાડી ખાતે શહેર ભાજપ ની કારોબારી બેઠક યોજાઇ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here