આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનને એક પછી એક આંચકા ઉપર આંચકા મળી રહ્યા છે. ભારે આશા સાથે પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા સઉદી અરબ ગયા હતા પરંતુ નારાજ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેમને મળવાનો જ ઇન્કાર કરી દીધો. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને બાજવાને મળવાનો ઈનકાર કરતા દુનિયાભરમાં પાકિસ્તાનની ભારે ફજેતી થઈ હતી.
પાકિસ્તાનની આબરૂના ધજાગરાથી એ વાત સાબિત થાય છે કે, હંમેશા પાકિસ્તાનને મુશ્કેલીમાંથી ઉગારનારો તેમનો સૌથી મોટો દોસ્ત સઉદી અરબ દેશ પણ હવે તેની સાથે નથી રહ્યો. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થાય તેવી શક્યતા ઉભી થઈ છે.
સાઉદી અરેબિયા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમૂદ કુરેશીના નિવેદનોથી નારાજ છે. કુરેશીએ કાશ્મીર મુદ્દે સાઉદી અરેબિયાના વલણની જાહેરમાં નિંદા કરી હતી. સાઉદીને ધમકી આપીને તેમણે કાશ્મીર પર એકલા બેઠકની પણ જાહેરાત કરી હતી. પાકિસ્તાનમાં પણ કુરેશી વિરુદ્ધ વિરોધ હતો. કુરેશીએ કહ્યું હતું કે સાઉદી જમ્મુ-કાશ્મીરના મુદ્દે ઓઆઈસી (ઇસ્લામિક ઓફ ઇસ્લામિક કોઓપરેશન) ને ભારતની સામે ઊભા રહેવાની મંજૂરી આપી રહ્યું નથી.
કુરેશીએ કહ્યું હતું કે કાશ્મીર અંગે વિદેશ પ્રધાનોની કાઉન્સિલની બેઠક બોલાવવામાં ઓઆઈસીએ હૈલાહવાલી બંધ કરવી જોઈએ. કાશ્મીરથી કલમ 37૦ નાબૂદ થયા બાદથી પાકિસ્તાન સાઉદી અરેબિયા પર 57 મુસ્લિમ દેશોના ઓઆઈસીના વિદેશ પ્રધાનોની બેઠક બોલાવવા માટે સતત દબાણ લાવી રહ્યું છે. બીજા સવાલના જવાબમાં કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન હવે વધુ રાહ જોઇ શકશે નહીં. તેના પ્રતાપે આવું થઈ રહ્યું છે.
પાકિસ્તાનના આ નિવેદનથી સાઉદી અરેબિયા ભારે નારાજ થયું હતું. સાઉદી અરેબિયાએ પાકિસ્તાન સાથેના સંબંધો કાપતા તેને આપેલા 6 બિલિયન ડોલર પાછા માંગ્ય્યા હતાં. આ ઉપરાંત સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આપવામાં આવતી ગેસ અને ક્રુડ ઓઈલની સપ્લાઈ પણ તત્કાળ અર્થે અટકાવી દીધી છે. આમ નારાજ સાઉદી અરેબિયાને મનાવવા પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવા રિયાધ પહોંચ્યા હતાં. પરંતુ સાઉદીના ક્રાઉન પ્રિંસે પાક આર્મી ચીફને મળવાનો ઇનકાર કરી દીધો હતો. આખરે કંઈ નહીં તો છેવટે જનરલ બાજવાએ સાઉદી અરેબિયાના સેના પ્રમુખ ફૈદ બિન હમીદ અલ-રુવેલી સાથે મુલાકાત કરી.
સાઉદી અરેબિયાને મનાવવા માટે રિયાદ પહોંચેલા પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા ઈસ્લામાબાદ ખાલી હાથે પાછા ફર્યા છે. તેણે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને મળવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ બંને દેશો વચ્ચેના સંઘર્ષને કારણે આવું થઈ શક્યું નહીં.