Home Business SBI બેંકે કહ્યું કે, છેતરપિંડી કરનારા સોશિયલ મીડિયા પર ખોટા અને ભ્રમ...

SBI બેંકે કહ્યું કે, છેતરપિંડી કરનારા સોશિયલ મીડિયા પર ખોટા અને ભ્રમ ફેલાવનારા મેસેજ મોકલી રહ્યા છે.

16
0

દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ (SBI)એ કરોડો ગ્રાહકો (Customers)ને એલર્ટ કર્યા છે. બેંકે કહ્યું છે કે સોશિયલ મીડિયા (Social Media)નો ઉપયોગ સાવધાનીથી કરો અને કોઈ પણ પ્રકારના ફેક મેસેજના ચક્કરમા ના પડો. દરરોજ વધી રહેલા સાઇબર ક્રાઇમ (Cyber Crime)ના કારણે તમારા ખાતામાંથી સંપૂર્ણ કમાણી ગાયબ થઈ શકે છે, માટે તમામ ગ્રાહકો એલર્ટ રહે. બેંકે કહ્યું કે, છેતરપિંડી કરનારા સોશિયલ મીડિયા પર ખોટા અને ભ્રમ ફેલાવનારા મેસેજ મોકલી રહ્યા છે. અત્યારે બેંક તરફથી ગ્રાહકોને આવા જ કોઈ જ મેસેજ મોકલવામાં નથી આવી રહ્યા.
સોશિયલ મીડિયા પર સતર્ક રહેવું
એસબીઆઈએ ટ્વીટમાં ગ્રાહકોને સાવધાન કર્યા છે. એસબીઆઈએ કહ્યું કે, ગ્રાહકોને વિનંતી છે કે તેઓ સોશિયલ મીડિયા પર સતર્ક રહે અને કોઈ પણ ભ્રમ અને ખોટા મેસેજની જાળમાં ના આવે. બેંકે કહ્યું છે કે જો તમે આનું ધ્યાન ના રાખ્યું તો તમારું બેંક ખાતુ ખાલી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે એસબીઆઈનું બેલેન્સ જાણવા માટે તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી ટોલ ફ્રી નંબર 9223766666 પર મિસ્ડ કૉલ કરો. તો એસએમએસથી બેલેન્સ જાણવા માટે 09223766666 પર ‘BAL’ એસએમએસ મોકલો.
આ માહિતી ક્યારેય કોઈ પણ સાથે શેર ના કરો
ત્યારબાદ તમને બેલેન્સની જાણકારી મેસેજ દ્વારા મળી જશે. ઉલ્લેખનીય છે કે આ સુવિધા માટે તમારો મોબાઈલ નંબર બેંકમાં રજિસ્ટર્ડ હોવો જોઇએ. આ ઉપરાંત બેંકે કહ્યું કે, પોતાની પર્સનલ ડિટેલ્સ કોઈ પણ સાથે શેર ના કરો. આવું કરવાથી ગ્રાહકોના ખાતામાં જમા રકમ ઊડી શકે છે. બેંકે કહ્યું કે, તમે તમારું એટીએમ પિન, કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર અને ઓટીપીને ક્યારેય પણ કોઈ પણ સાથે શેર ના કરો. ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી બેંક ગ્રાહકોની સુરક્ષા માટે અવાર-નવાર એરર્ટ મોકલે છે. એસબીઆઈનો ઉદ્દેશ ગ્રાહકોના પૈસા સુરક્ષિત રાખવાનો છે. બેંક પોતાના હેન્ડલ અને એસએમસ દ્વારા ગ્રાહકોને એલર્ટ મોકલતુ રહે છે.


Previous articleદિલ્હીથી ન્યૂ અશોક નગરથી ગાઝિયાબાદના સાહિબાબાદ સુધીના 5.6 કિમી લાંબા અંડરગ્રાઉન્ડ સ્ટ્રેચને બનાવવાનો કરાર.
Next articleરાજ્યોમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓ ના અચાનક મૃત્યુ થયા દર વર્ષે શિયાળાની ઋતુમાં પશુ-પક્ષીઓની સમસ્યાઓ વધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here