Home Bollywood સ્કેમ૧૯૯૨ ધ સ્ટોરી ઓફ હર્ષદ મહેતા’ વેબ સિરીઝ હર્ષદ મહેતા પર બનેલી...

સ્કેમ૧૯૯૨ ધ સ્ટોરી ઓફ હર્ષદ મહેતા’ વેબ સિરીઝ હર્ષદ મહેતા પર બનેલી આ સિરીઝ પહેલા નંબર પર પહોંચી ગઇ હતી.

16
0

જ્યારથી આ વેબ સિરીઝ રિલીઝ થઇ છે ત્યારથી લોકો તેની વાતો કરી રહ્યાં છે અને માઉથ ટુ માઉથ પબ્લિસિટી કરી રહ્યાં છે. તેનુ નામ છે ‘સ્કેમ ૧૯૯૨, ધ સ્ટોરી ઓફ હર્ષદ મહેતા’. એક સ્ટોકબ્રોકરની સ્ટોરી કે જેણે સિકયોરીટી સ્કેમ કર્યો અને તે પણ ૫૦૦ કરોડનો. ૨૦૨૦માં પણ ૧ કરોડ રૂપિયાની રકમ આપણને મોટી લાગે છે ત્યારે ૧૯૯૨માં ૫૦૦ કરોડ રૂપિયાની રકમ કેટલી મોટી લાગતી હશે તમે તેનો અંદાજો લગાવી શકો છો.
IMDb પર હર્ષદ મહેતાને ૯.૬ રેટિંગ મળ્યુ હતુ અને તે પહેલા નંબર પર આવી ગઇ હતી. ટોપ શોઝ જેવા કે બ્રેકિંગ બેડ જેને ૯.૫ રેટિંગ મળ્યા છે. Chernobyl કે જેને ૯.૪ રેટિંગ છે, તેમજ ગેમ ઓફ થ્રો્ન્સને ૯.૨ રેટિંગ મળ્યા હતા. આ મોટી મોટી વેબ સિરીઝને પાછળ છોડીને હર્ષદ મહેતા પર બનેલી આ સિરીઝ પહેલા નંબર પર પહોંચી ગઇ હતી.
આ રેટિંગ ૨૦,૦૦૦ વોટ્સના આધારે આપવામાં આવી હતી. જયારે Chernobyl અને ગેમ ઓફ થ્રોન્સને ૧૦,૦૦,૦૦૦ વ્યુઝના આધારે આ પ્રકારના રેટિંગ આપવામાં આવ્યા છે. આવનારા સમયમાં બની શકે કે સ્કેમ ૧૯૯૨ના રેટિંગ ઓછી પણ થઇ જાય અને વધે પણ ખરા, જો આ જ રેટિંગ મેઇન્ટેન રાખશે તો તે IMDb ના ટોપ રેટેડ શોમાં હંમેશા માટે સ્થાન પામશે.

Previous articleઅમદાવાદની કંપની કોરોના વેક્સિનના મોટાપાયા પર ઉત્પાદન માટે કોન્ટેક્ટ મેન્યુફેક્ચર્સ શોધવાની તૈયારી કરી રહી છે.
Next articleમાઇક પોમ્પિયોએ જૂનમાં લદ્દાખ ની ગલવાન ખીણ માં હિંસામાં 20 ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમેરિકા ભારતની સાથે ઉભું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here