શેરડી પાકના “વાવેતર પર સહાય” પ્રોત્સાહક યોજના અમલમાં
ભરૂચ જીલ્લાના શેરડી પકવતા અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના ખેડૂતોને જણાવવાનું કે ગુજરાત સરકાર ધ્વારા શેરડી પાકના “વાવેતર પર સહાય” પ્રોત્સાહક યોજના અમલમાં છે. જેમાં નીચે મુજબ સહાય આપવામાં આવે છે.
૧) અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને શેરડીના વાવેતર પર તેમજ લામ પાક પર વર્ષ ૨૦૨૦-૨૧ માં પ્રતિ હેક્ટર વાવેતર પર રૂ.૧૦,૦૦૦/- સહાય
બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે.
૨) ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦% સહાય માટે પ્રતિ હેક્ટર જો ૭૦ મેં.ટન કરતા વધુ ઉત્પાદન મેળવે તો મેળવેલ ઉત્પાદનના વેચાણ ભાવ મુજબ પ્રતિ મેં.ટન ૧૦% પ્રોત્સાહક
સહાય મળવા પાત્ર છે.
શરતો:
૧) એક ખેડૂત વધુમાં વધુ ૨ હેક્ટર પર અરજી કરી શકશે.
૨) ખેડૂતોએ શેરડીના વાવેતર માટે સુગર કો-ઓપરેટીવ નો વાવેતરનો દાખલો, ૭/૧૨, ૮-અ, આધાર કાર્ડ તથા બેંક પાસબુકની નકલ આપવાની રહેશે.
આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો I-KHEDUT પોર્ટલ પર ૧૫/૦૦૯/૨૦૨૧ થી ૧૫/૧૧/૨૦૨૧ સુધી અરજી કરી શકે છે.આ યોજનાની વધુ જાણકારી માટે
તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી)/ ગ્રામસેવક નો સંપર્ક કરવાનો રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં
જણાવ્યું છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.