Home International વૈજ્ઞાનિકોએ ફરી આ વેક્સીનનો SARS-CoC-2ના સ્પાઈક પ્રોટીન પર ટેસ્ટ કર્યો હતો.

વૈજ્ઞાનિકોએ ફરી આ વેક્સીનનો SARS-CoC-2ના સ્પાઈક પ્રોટીન પર ટેસ્ટ કર્યો હતો.

15
0

વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ (Corona Virus) માટે એક એવી વેક્સીન બનાવી છે જે અનેક ઘણી વધારે એન્ટીબોડી (Antibodies) વિકસીત કરે છે. આ વેક્સીનનો જાનવરો પર ટેસ્ટ (Animal Test) કરવામાં આવ્યો છે અને તેના પરિણામો પણ ખુબ ચોંકાવનારા આવ્યા છે. રિસર્ચ (Research) કરનારાઓમાં યૂનિવર્સિટી ઓફ વોશિંગ્ટન (University Of Washington) ના કેટલાક નિષ્ણાંતો પણ શામેલ છે. નેનો પાર્ટિકલ (Nano Particles) માંથી બનેલી કોરોનાની નવી વેક્સીન ઉંદરમાં એ લોકો કરતા અનેક ઘણી વધારે ન્યૂટ્રલાઈઝિંગ એંટીબોડીઝ (Neutralize Antibodies) પેદા કરવામાં સક્ષમ છે જે કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
Cell નામની જર્નલમાં પબ્લીશ કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે વેક્સીને ઉંદર (Mouse) માં વેક્સીનના ડોઝ (Corona Vaccine Dose) ઘણા ઓછા કરવા છતાંયે 10 ઘણા વધારે ન્યૂટ્રલાઈઝિંગ એન્ટિબોડિઝ વિકસીત કર્યા હતાં. આ ઉપરાંત વેક્સીને શક્તિશાળી એવા B-સેલ ઈમ્યુન રિસ્પોંસ (Immune Response) પણ દેખાડ્યો છે. તેનાથી વેક્સીન લાંબા સમયસુધી અસરકારક રહેવાની શક્યતાને પણ બળ મળે છે.
રિસર્ચર્સના મતે જ્યારે એક વાંદરાને આ વેક્સીન આપવામાં આવી તો તેના શરીરમાં વિકસીત થયેલા એન્ટિબોડિઝે કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીન પર અનેક પ્રકારે હુમલો કર્યો હતો. સ્પાઈક પ્રોટીન દ્વારા જ કોરોના માણસની કોશિકાઓમાં ઘુસી જાય છે. વૈજ્ઞાનિકોના મતે તેનો અર્થ એ થયો કે વેક્સીન વાયરના મ્યૂટેટેઈ સ્ટ્રેન વિરૂદ્ધ પણ સુરક્ષા પુરી પાડી શકે છે.
વાયરસની નકલ કરે છે આ વેક્સીન
અભ્યાસ પ્રમાણે આ કોરોના વાયરસના ડોઝનો મોલિક્યૂલર સ્ટ્રક્ચર ઘણી ખરી રીતે વાયરસની નકલ કરે છે. કદાચ એટલે જ વેક્સીનની ઈમ્યુન રેસ્પોંસ ટ્રિગર કરવાની ક્ષમતા વધી ગઈ છે. અભ્યાસના કો-ઓથર લીન કિંગે કહ્યું હતું કે, અમને આશા છે કે, અમારા નેનો પાર્ટિકલ પ્લેટફોર્મથી આ બિમારી સામે લડવામાં મદદ મળશે. આ વેક્સીનનું લાઈસેન્સ યૂનિવર્સિટી વગર કોઈ ચાર્જને આપવા પણ તૈયાર છે.
રિસર્ચર્સે કેવી રીતે બનાવી આ વેક્સીન?
વેક્સીન તૈયાર કરવા માટે રિસર્ચર્સે વાયરસના સંપૂર્ણ સ્પાઈક પ્રોટીનનો ઉપયોગ નથી કર્યો. આ વેક્સીન સ્પાઈક પ્રોટીનના રિસેપ્ટર બાઈડિંગ ડોમેનના 60 ટકા ભાગની નકલ કરે છે. વૈજ્ઞાનિકોએ ‘સ્ટ્રક્ચર-બેસ્ડ વેક્સીન ડિઝાઈન ટેક્નીક્સ’ વાપરી જેના કારણે તે પોતાને એસેમ્બલ કરનારો પ્રોટીન બનાવી દે તો તે લગભગ વાયરસ જેવો જ દેખાય છે. વૈજ્ઞાનિકોએ ફરી આ વેક્સીનનો SARS-CoC-2ના સ્પાઈક પ્રોટીન પર ટેસ્ટ કર્યો હતો જેમાં આ ચોંકાવનારા પરિણામો જોવા મળ્યાં હતાં.

Previous articleએમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન એ સીનિયર સિટિજન માટે ઓનલાઇન લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા શરૂ કરી છે.
Next articleઅમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here