GUJARAT

નેત્રંગમાં કોરોનાના કહેર સાથે કમોસમી વરસાદી માવઠું,

વાદળછાયા વાતાવરણ સાથે સાધારણ વરસાદ થયો,કપાસ,ઘઉં અને કેરીના પાકને નુકસાન

કોરોનાની સ્થિતી વકળતા ૨૦મી એપ્રિલ સુધી બજાર સવારના ૮ થી બપોર ના ૩ વાગ્યા સુધી ખુલ્લા રહેશે,

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે,સતત વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદી માવઠું થવાની શક્યતાઓ જણાઈ રહી હતી,જેમાં નેત્રંગ તાલુકામાં વાદળછાયા વાતાવરણ સાથે સાધારણ વરસાદ થતા ધરતીપુત્રો ચિંતિત બની ગયા હતા,કમોસમી વરસાદી માવઠાને કારણે કપાસ,ઘઉં અને કેરીના પાકને નુકસાન થયાના અહેવાલ મળ્યા છે,અને અચાનક વાતાવરણમાં ફેરબદલના કારણે જનજીવન ઉપર વિપરીત અસર પડી રહી છે,

જેમાં નેત્રંગ તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અનાજ કરીયાણા વેપારીઓની બેઠકમાં સર્વાનુમતે નેત્રંગના બજારો સાત દિવસ દરમિયાન સવારે આઠ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેવૉ મહત્વનો નિર્ણય કરાયો હતો,નેત્રંગના જીન બજાર ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિરના હોલમાં મળેલ બેઠકમાં ૪૦થી ૫૦ વેપારીઓ હાજર રહ્યા હતા,કોરોના વાયરસનું સંક્રમણ વધી રહી છે, જેની ચેન તોડવા માટે સ્વેચ્છિક લોકડાઉન ની ખાસ આવશ્યકતા ઉભી થતાં વેપારીઓએ ૨૦મી એપ્રિલ સુધી સાત દિવસ દરમિયાન બજારો સવારનાં ૮ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે ૩ વાગ્યા બાદ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ પડશે તેવો નિણઁય કયૉ હતો,નેત્રંગમાં સ્વેચ્છિક લોકડાઉનમાં મેડિકલ સ્ટોર દવાખાના ખુલ્લા રહેશે નેત્રંગ અનાજ કરીયાણા વેપારી એસોસીએશન તરફથી તમામ વેપારી મિત્રોને સહકાર આપી કોરોનાની ચેન ને તોડવા માટે સહકાર આપે તેમ અપીલ કરવામાં આવી હતી.

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Leave a Reply

Your email address will not be published.