GUJARAT

23 નવેમ્બરથી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, શાળાઓ અને કોલેજો શરૂ થશે.

કોરોના  બાદ આજે ગાંધીનગર  ખાતે કેબિનેટની બેઠક  મળી હતી. જે હાલ પુરી થઈ ગઈ છે. દિવાળી (Diwali) બાદ રાજ્યમાં શાળાઓ ચાલુ કરવા મુદ્દે શિક્ષણમંત્રી  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળાઓ ખુલશે. ધોરણ – 9થી 12ના વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થવાની જાહેરાત કરાઈ છે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ધોરણ – 9થી 12ના વર્ગો SOP પ્રમાણે શરૂ કરાશે. દિવાળી પછી માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, શાળાઓ અને કોલેજો શરૂ થશે, પરંતુ સંસ્થાઓએ વાલીઓની લેખિત સંમતિ મેળવવી પડશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત ગણવામાં આવશે નહીં. કોલેજોમાં પણ 23 નવેમ્બરથી શિક્ષણકાર્ય શરૂ થશે. તબક્કાવાર શિક્ષણકાર્ય શરૂ થશે. કોલેજમાં પ્રથમ મેડીકલ, પેરામેડીકલના વર્ગ શરૂ થશે. સ્નાતક કક્ષાએ ફાઈનલ યરના વર્ગ શરૂ કરાશે. કોલેજો અને સ્કૂલોમાં આચાર્યએ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. વિદ્યાર્થીઓને મંજૂરી માટે એક ફોર્મ અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ શાળા કોલેજ ચાલુ કરવા માટે આજે ગુજરાત સરકાર નિર્ણય જાહેર કરવાની છે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેંદ્રસિહ ચુડાસમાએ દિવાળી પછી સ્કૂલો ખૂલવાની જાહેરાત કરી દીધી છે. ગઈકાલે (મંગળવારે) મુખ્યમંત્રી નિવાસ્થાને કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં આજની કેબિનેટ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવાની હતી તેના વિશે વિચાર વિમર્શ થયા હતા. શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ SOP અંગે પણ માહિતી અપાશે.

Leave a Reply

Your email address will not be published.