Home India કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરે નિધન.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરે નિધન.

64
0

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે મોતીલાલ વોરાને કાલે રાત્રે એસ્કૉર્ટ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. કાલે જ તેમનો જન્મદિવસ હતો. લાંબા સમય સુધી કૉંગ્રેસ ખજાનચી રહેલા મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રહી ચુક્યા છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો
આ પહેલા તેઓ કોવિડ-19થી સંક્રમિત થયા હતા. તે સમયે તેમની સારવાર એમ્સ, દિલ્હીમાં કરવામાં આવી હતી. સારવાર તેઓ ઠીક થઈ ગયા હતા અને હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર કૉંગ્રેસના તમામ નેતાઓએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘વોરાજી એક સાચા કૉંગ્રેસી અને અદભુત માણસ હતા. અમે તેમને ઘણા મિસ કરીશું. તેમના પરિવાર અને દોસ્તોને મારો પ્રેમ અને સંવેદાઓ.’
ગાંધી પરિવારના વફાદાર હતા
મોતીલાલ વોરા ગાંધી પરિવારના ઘણા જ નજીક હતા. વર્ષ 2018માં વધતી ઉંમરનું કારણ આપીને રાહુલ ગાંધીએ મોતીલાલ વોરા પાસેથી ખજાનચીની જવાબદારી લેતા અહમદ પટેલને આપી હતી. અહમદ પટેલનું પણ નિધન થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે રાજનીતિમાં આવ્યા પહેલા મોતીલાલ વોરા એક પત્રકારની ભૂમિકા નિભાવી રહ્યા હતા. મોતીલાલ વોરાએ લાંબા સમય સુધી કૉંગ્રેસ પાર્ટીના સંગઠનમાં કામ કર્યું. તેઓ ગાંધી પરિવારના વફાદાર ગણાતા હતા.
વોરાને કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવવાની ચર્ચા થઈ હતી
1993માં મોતીલાલ વોરાએ ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે જવાબદારી સંભાળી હતી અને 3 વર્ષ સુધી તેઓ યૂપીના રાજ્યપાલ હતા. આ ઉપરાંત વોરા કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો પણ સંભાળી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે 2019ના લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે પાર્ટીની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ કૉંગ્રેસના અધ્યક્ષ પદથી પોતાનું રાજીનામું આપી દીધું હતુ તો ત્યારબાદ મોતીલાલ વોરાને પણ વચગાળાના અધ્યક્ષ બનાવવાની ચર્ચા થઈ હતી. જો કે અંતમાં એ પદની જવાબદારી સોનિયા ગાંધીને આપવામાં આવી.


Previous articleદેશભરમાં ફેલાયેલી રોગચાળાની વચ્ચે કેન્દ્ર સરકારે પેન્શનરોને રાહત આપી.
Next articleબ્રિટન માં કોરોના ના નવા સ્ટ્રેન ના કારણે ભારત માં પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here