Home South-Gujarat ગલકુંડનાં પશુધન નિરીક્ષક રાજેન્દ્રભાઈની સેવાકીય પ્રવૃતી

ગલકુંડનાં પશુધન નિરીક્ષક રાજેન્દ્રભાઈની સેવાકીય પ્રવૃતી

89
0

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડ વિસ્તારનાં પશુધન નિરીક્ષકે કોરોનાની મહામારીમાં પણ છેલ્લા એકાદ વર્ષથી મુંગા પશુઓનાં સેવા કાર્યને સાર્થક બનાવતા તેઓની જીવદયાને સૌ કોઈ પંથકવાસીએ બિરદાવી છે..

પ્રાપ્ત વિગતો અનુસાર કોરોનાની વૈશ્વિક મહામારીનાં લોકડાઉનનાં કારણે રસ્તે રઝળતા મુંગા પશુઓની ખરાબ હાલત જોઈ ડાંગ જિલ્લાનાં ગલકુંડ ગામનાં પશુધન નિરીક્ષક રાજેદ્રભાઈ સ્ટ્રીટ ડોગનાં વ્હારે આવ્યા છે.ગત વર્ષનાં માર્ચ મહિનાથી ચાલુ થયેલ લોકડાઉનનાં કારણે ગલકુંડ વિસ્તારમાં સ્ટ્રીટ ડોગને ભૂખે મરતા જોઈ ગલકુંડનાં પશુધન નિરીક્ષકને લાચાર એવા સ્ટ્રીટ ડોગની રઝળતી પ્રજાતિની આ દશાએ હચમચાવી દીધી.પશુધન નિરીક્ષક રાજેન્દ્રભાઈનાં જણાવ્યા અનુસાર લોકડાઉનમાં માનવી તો પોતાનુ પેટ ભરી લે છે.સાથે પાળેલા પશુઓને માનવી ખોરાક પૂરો પાડે છે.તેવામાં રસ્તે અથવા શેરીઓમાં રઝળતા સ્ટ્રીટ ડોગને કોઈ ખોરાક નાખતુ નથી.તથા ખોરાક ન મળવાનાં કારણે આવા ડોગ મૃત્યુ પામે છે.જેથી તેઓ પોતાના ખર્ચે રોજરોજ પોતાના ગામ સહિત નજીકનાં વિસ્તારમાં રઝળતા સ્ટ્રીટ ડોગોને ખોરાક પુરૂ પાડી આ મૂંગા પશુઓનાં પેટનો ખાડો પુરી રહ્યાછે.પશુસેવા અને જીવદયાને પોતાનો મંત્ર બનાવી ચૂકેલા ગલકુંડનાં પશુધન નિરીક્ષક રાજેન્દ્રભાઈની સેવાકીય પ્રવૃતી જોઈ ગામ લોકો પણ તેમની સરાહનીય કામગીરીને બિરદાવી રહ્યા છે…
(શેખર ખેરનાર ડાંગ)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here