Home Gujarat બોગસ બિલિંગને અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા અનેક પ્રયાસ તેમ છતાં ધારી...

બોગસ બિલિંગને અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા અનેક પ્રયાસ તેમ છતાં ધારી સફળતા મળી શકી નથી.

32
0

બોગસ બિલિંગ કરનારા કૌભાંડી ઓ પર લગામ કસવા માટે જીએસટી ની સાથે સાથે હવે ઇન્કમટેક્સ વિભાગ પણ સક્રિય બન્યો છે. કારણ કે બોગસ બિલ લેનાર પાસેથી ઇન્કમટેકસ વિભાગ બિલ જેટલી જ રકમની વસૂલાત કરશે. તે માટેનો સત્તાવાર પરિપત્ર પણ સીબીડીટીએ બહાર પાડી દીધો છે.
બોગસ બિલિંગને અટકાવવા માટે જીએસટી વિભાગ દ્વારા અનેક પ્રયાસ હાથ ધર્યા છે તેમ છતાં આ રેકેટને અટકાવવામાં ધારી સફળતા મળી શકી નથી. તેના કારણે જ હવે જીએસટી ની સાથે સાથે આઇટી વિભાગ પણ સક્રિય બનવાનું છે. કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં બોગસ બિલિંગ કરનારા પાસેથી જેટલા રૂપિયાનું બિલ લીધું હશે તેટલી જ રકમ હવે આઇટી વસૂલાત કરશે તેવો પરિપત્ર બજેટમાં જાહેરાત કરાયાના 10 મહિના બાદ બહાર પાડવામાં આવ્યો છે.
સીબીડીટીએ 15 જાન્યુઆરીના રોજ બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે 271 એએડી હેઠળ બોગસ બિલ લેવામાં આવ્યાં હશે તો જેટલી રકમના બિલ લીધાં હશે તેટલા જ રકમની પેનલ્ટી વસૂલ કરવામાં આવશે. તેના કારણે બોગસ બિલિંગ અટકે તેવી શકયતા હાલ તો જીએસટીના ઉચ્ચ અધિકારીઓ સેવી રહ્યા છે. કારણ કે બોગસ બિલ લેનાર વેપારીએ જીએસટીના ટેક્સની રકમ ઉપરાંત 100 ટકા પેનલ્ટી અને વ્યાજ અત્યાર સુધી ભરવાનું થતું હતું, જ્યારે હવેથી તે ઉપરાંત આઇટી દ્વારા પણ બીલની રકમ જેટલી જ પેનલ્ટી વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે.
ડેટા આપલેના કરાર બાદ હવે કડક અમલ કરાશે
સીબીડીટી અને સીબીઆઇસી દ્વારા ડેટા આપલે કરવાના કરાર કરવામાં આવ્યા છે કારણ કે સરકારની આવક વધે તેવા આશયથી આ કરાર કરવામાં આવ્યા છે. તે અંતર્ગત હવે બોગસ બિલિંગ કરનારાઓની માહિતી આઇટી વિભાગને આપવાની શરૂઆત તો કરી દેવામાં આવી છે પરંતુ તેની સાથે હવે બોગસ બિલિંગ કરનારાઓ પાસે નવી જોગવાઈ હેઠળ વસૂલાત પણ કરવામાં આવે તેવી શકયતાઓ વધી છે.


Previous articleRBIદ્વારા જાહેર થનાર ઓફિશિયલ ડિજિટલ કરન્સી માટે રસ્તો તૈયાર કરવામાં આવશે.
Next articleભાજપના સાંસદ પ્રભુ વસાવા પોતાના ઘરમાં જ સહકારી બેંકની ચૂંટણી હારી જતા રાજકરણ ઘરમાયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here