Home Ahmedabad બીજેપીના નેતાની હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલા શાર્પશૂટર ઈમરાન શેખને કોરોના, હવે રિકવરી

બીજેપીના નેતાની હત્યાના ષડયંત્રમાં ઝડપાયેલા શાર્પશૂટર ઈમરાન શેખને કોરોના, હવે રિકવરી

84
0

ભાજપના નેતાની હત્યા કરવા અમદાવાદ આવેલા શાર્પશૂટરને ગઈકાલે ગુજરાત એટીએસની ટીમને પકડી લીધો હતો. ત્યારબાદ દિવસભર અનેક મોટા ખુલાસાઓ થયા હતા. આ ઘટનામાં અમદાવાદ એટીએસે છોટા શકીલ, ઇરફાન શેખ, સલમાન સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આજે ઇરફાનને કોરોનાનો રીપોર્ટ કરાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવાનો હતો, પરંતુ તેના પહેલા જ એક મોટા સમાચાર મળી રહ્યા છે.
અમદાવાદ ATSએ ઝડપેલા આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં આરોપીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શાર્પ શૂટર ઈરફાન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ શાર્પશૂટરને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે અને તેના રિકવર થયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે. હવે આરોપીને કોરોના હોવાથી આ ઓપરેશનમાં જોડાયેલા તમામ પોલીસ અધિકારીઓનો ટેસ્ટ કરવામાં આવશે. હાલ Atsના અધિકારી કર્મચારીઓને કોરોન્ટાઈન કરવા અંગે અસમંજસ ચાલી રહી છે. હવે ઈમરાનને પોલીસ કસ્ટડી સાથે સારવાર આપવામા આવશે. Atsએ ઝડપેલા શાર્પસૂટર ઈમરાન શેખનો ગઈકાલે કોરોના રિપોર્ટ કરવામા આવ્યો હતો, જેનો રિપોર્ટ આજે આવ્યો હતો.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના કારંજ વિસ્તારની વિનસ હોટેલમાંથી મંગળવારે મોડી રાત્રે ફિલ્મી ઢબે એક સંદિગ્ધ શાર્પશૂટરને ઝડપી લીધો હતો અને એટીએસના દાવા મુજબ, મુંબઈથી આવેલા ઈરફાન નામના આ શાર્પશૂટરને કુખ્યાત ગેંગસ્ટર છોટા શકીલે ભાજપના નેતાની હત્યા કરવાનો બેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
પાંચ દિવસથી ગુજરાતમાં રહીને રેકી પણ કરી હતી. આ ઘટનામાં બીજો આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. ત્યારે હાલ પાંચ દિવસ દરમિયાન આ બંને શખ્સોએ ગુજરાતમાં શું શું કર્યું તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા સામે આવી શકે છે. પરંતુ આ કિસ્સામાં વધુ એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે કે, ઇરફાનને આ હત્યા માટે અઢી લાખ રૂપિયા મળવાના હતા.
જાણો સમગ્ર ઘટના શું હતી?
ઈરફાન મુંબઇથી બસ માર્ગે મંગળવારે સવારે 10 વાગ્યે અમદાવાદ ખાતે આવ્યો હતો. અહીં આવી કારંજ વિસ્તારની વિનસ હોટલમાં રૂ.350માં રૂમ ભાડે રાખી હતી. બપોરે 3 વાગ્યે ઇકો ગાડી ભાડે કરીને કોબા ખાતે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ જઇને ત્યાંની રેકી કરી હતી.
આ રેકીનો વિડીયો તેના સાથીદારને મોકલતો હતો. 3 કલાક બાદ રેકી કરીને પરત ઇરફાન શેખ હોટલ ખાતે પરત આવી ગયો હતો. બાદમાં ઇરફાને હોટલના કર્મીને જણાવ્યુ કે, મારે રાત્રે ફલાઇટ છે તો મને 3 વાગ્યે ઉઠાડજો. પરંતુ તે પહેલા વિનસ હોટેલમાં છૂપાયેલા શાર્પશૂટર અંગે માહિતી મળતા ATSની ટીમે મંગળવારે મોડી રાત્રે 12.30 વાગ્યાની આસપાસ હોટેલમાં રેડ કરી હતી. જ્યાં હોટેલમાં સીસીટીવી ફૂટેજ અને રજીસ્ટ્રર ચેક કર્યા બાદ રૂમ નંબર પાંચમાં છૂપાયેલ શાર્પશૂટર છુપાયેલ હોવાથી એટીએસની ટીમે દરવાજો ખખડાવ્યો હતો.
અંદર રહેલ શાર્પશૂટર ઇરફાને પૂછયુ કોણ જેથી એટીએસની ટીમે મહેમાન કહેતા ઇરફાને દરવાજો ખખડાવ્યો હતો. જેવી એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂમમાં પ્રવેશી પોલીસ છીએ તેમ કહ્યું કે તરત જ ઈરફાને ફિલ્મી સ્ટાઇલથી પીઠ પાછળ સંતાડેલી રિવોલ્વર બહાર કાઢી હતી. પરંતુ ઇરફાન ટેબલ પર ઉભા રહ્યો હોવાથી તેનુ બેલેન્સ હલી જતા તે જમીન પર પટકાયો હતો. તે દરમ્યાન રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું.
ફાયરિંગ થતાં રૂમની દિવાલને નુકસાન પહોચ્યુ હતુ. પરંતુ કોઇને ઇજા પહોંચી ન હતી. ઇરફાનને ઝડપી પાડયા બાદ એટીએસની ટીમે રૂમની અને તેના મોબાઇલની તપાસ કરતા માલૂમ પડયુ હતુ કે, શાર્પશૂટર ભાજપના નેતાની હત્યા કરવા આવ્યા છે. વર્ચ્યુઅલ નંબરથી ઇરફાન અને તેના સાગરીતો વોટ્સએપ પર વાતચીત કરતા હતા.
વોટ્સએપમાં ટાર્ગેટ નેમ ભાજપના નેતાના નામથી ફોટો ઇરફાનને તેના સાગરીત દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ તમામ પુરાવા કબ્જે કરીને એટીએસની ટીમે ઇરફાનની ધરપકડ કરી છે. જ્યારે અન્યની એટીએસની ટીમ શોધખોળ કરી રહી છે. એટીએસે છોટા શકીલ , ઇરફાન શેખ, સલમાન સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here