Home Bollywood શિવસેનાએ મુંબઈની તુલના પીઓકેની સાથે કરવામાં આવતા નિશાન સાધ્યું છે…..

શિવસેનાએ મુંબઈની તુલના પીઓકેની સાથે કરવામાં આવતા નિશાન સાધ્યું છે…..

92
0

શિવસેનાએ મુંબઈની તુલના પીઓકેની સાથે કરવામાં આવતા નિશાન સાધ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનામાં મુંબઈની તુલના પીઓકેની સાથે કરનારી અભિનેત્રી કંગના રનૌત ઉપર નિશાન સાધ્યું છે. જો કે લેખમાં કોઈનું નામ નથી લેવામાં આવ્યું.
સામનામાં કંગના ઉપર નિશાન સાધતા લખ્યું હતું કે મુંબઈ પીઓકે છે કે નહીં તે વિવાદ જેણે સર્જ્યો છે. તેને મુબારક. મુંબઈના ભાગમાં વારંવાર આ વિવાદ આવતો રહેતો હોય છે. પરંતુ આ વિવાદ માફિયાઓનો ઉલ્લેખ ન કરતા મુંબઈ મહારાષ્ટ્રની રાજધાનીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. સવાલ માત્ર એટલો છે કે કૌરવ જ્યારે દરબારમાં દ્રોપદીનું ચીરહરણ કરી રહ્યા હ તા તે સમયે દરેક પાંડવો પોતાના ચહેરાની નીચે કરીને બેઠા હતા. તે પ્રકારનું દ્રશ્ય આ વહે ત્યારે જોવા મળ્યું જ્રે મુંબઈનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું.
દેશ એક અને અખંડ છે
શિવસેનાના પ્રમુખ હંમેશા કહે છે કે દેશ એક છે અને અખંડ છે. રાષ્ટ્રીય એકતા તો છે જ પરંતુ રાષ્ટ્રીય એકતાનું આ તુનતુના હંમેશા મુંબઈ મહારાષ્ટ્ર વિશે જ કેમ વગાડવામાં આવે છે ? રાષ્ટ્રીય એકતાની આ વાત અન્ય રાજ્યો વિશે કેમ લાગુ નથી થતી ? જે આવે છે તે જ મહારાષ્ટ્રને રાષ્ટ્રીય એકતા શિખવાડે છે.
શિવસેનાએ કહ્યું કે જે શાહૂ ફુલે આંબેડકરે મહારાષ્ટ્રમાં જન્મ લીધો, દેશમાં માટે લડ્યા તે ડો.આંબેડકરની સાથે મહારાષ્ટ્ર બહુજર સમાજ સંપૂર્ણ તાકાત સાથે હંમેશા સાથે ઉભો હતો. તે શું એકતાની કબર ખોદવા માટે ? અમને કોઈ એકતા ન શિખવાડો. મહારાષ્ટ્રમાં જ રાષ્ટ્ર અને મહારાષ્ટ્ર છે અને મહારાષ્ટ્ર મર્યું તો રાષ્ટ્ર પણ મરશે. એવું અમારા સેનાપતિ બાપડે કહ્યું છે.
આ બાબા સાહેબનું સૌથી મોટું અપમાન
શિવસેનાએ કહ્યું કે વિવાદ ઉભો કરવામાં આવે છે માત્ર મુંબઈને લઈને જ. તેમાં એક પ્રકારનું રાજનૈતિક પેટનો દુઃખાવો છે. મુંબઈ મહારાષ્ટ્રની તરફ જ રહેશે. સંવિધાનના જનક ડો.આંબેડકરે ડંકાની ચોટ ઉપર કહ્યું છે. મુંબઈ સહિત સંયુક્ત મહારાષ્ટ્રની લડાઈમાં તે પ્રબોધનકાર ઠાકરેની સાથે ખંભાથી ખંભા મેળવીને લડવા માટે ઉતર્યા પરંતુ જેનો ડો.આંબેડકરના વિચારોથી કંઈલેવા દેવા નથી. આવા બનાવટી અનુયાયી હવાઈ મથક ઉપર મહારાષ્ટ્ર અપરાધીઓનું સ્વાગત કરવા માટે વાદળી રંગા ઝંડો લઈને હંગામો કરે છે. આ તો આંબેડકરનું સૌથી મોટું અપમાન છે.
શિવસેનાએ કહ્યું કે મહારાષ્ટ્રના દુશ્મનોની જય જયકાર કરનારાઓને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. બોલિવૂડ હિંદી સિનેમા જગતનું તંબુ મુંબઈમાં છે અને એક ઉદ્યોગના રૂપમાં ફેલાયેલું છે. આ સિને જગતની ઈંટ દાદાસાહેબ ફાળકે નામના એક મરાઠી માણસે રાખી હતી. મુંબઈના દરેક ભાષાના કલાકાર આજે એક વૃક્ષના મીઠા ફળ ખાઈ રહ્યા છે.
મુંબઈને દરેકે કર્મભૂમિ માની છે
શિવસેનાએ દિગ્ગજ ફિલ્મ સિતારાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે દરેકે મુંબઈને પોતાની કર્મભૂમિ માની છે. મુંબઈને બનાવવા માટે યોગદાન આપ્યું છે. પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર નથી કર્યું. પોતે કાચના ઘરમાં રહીને બીજાના ઘરમાં પથ્થર ના મરાય. જેણે ફેંક્યો તેને મુંબઈ અને મહારાષ્ટ્રનો શ્રાપ લાગ્યો છે.
સામનામાં લખવામાં આવ્યું છે કે મુંબઈને ઓછું આંકવાનો મતલબ પોતાના માટે ખાડો ખોદવા જેવુ છે. મહારાષ્ટ્ર સંતો મહાત્માઓ અને ક્રાંતિકારિઓની ભૂમિ છે. હિંદવી સ્વરાજ્ય માટે, સ્વતંત્રતા માટે અને મહારાષ્ટ્રના નિર્માણ માટે મુંબઈની ભૂમિ અહીંના ભૂમિપૂત્રોના લોહી અને પરસેવાથી બની છે. સ્વાભિમાન અને ત્યાગ મુંબઈના તેજસ્વી આભૂષણ છે.
ઔરંગઝેબની કબર સંભાજીનગરમાં અને પ્રતાપગઢમાં અફઝલખાનની કબર સમ્માનપૂર્વક બનાવનારા આ વિશાલ દિલવાળું મહારાષ્ટ્ર છે. આ વિશાળ દિલ વાળા મહારાષ્ટ્રના હાથમાં છત્રપતિ શિવાજી મહારાજે ભવાની તલવાર આપી. બાળાસાહેબ ઠાકરેએ બીજા હાથમાં સ્વાભિમાનની ચિંગારી રાખી. જો કોઈને એવું લાગી રહ્યું છે કે તે ચિંગારી ઉપર રાખ જામી ગઈ છે તો તે એકવાર ફૂંક મારીને જોઈ લે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here