Home Gujarat શ્રી ખોડલધામ યુવા સમિતિ અંકલેશ્વર દ્વારા હોમ કોરેન્ટાઈન પરિવાર માટે ટીફીન સેવાકાર્ય...

શ્રી ખોડલધામ યુવા સમિતિ અંકલેશ્વર દ્વારા હોમ કોરેન્ટાઈન પરિવાર માટે ટીફીન સેવાકાર્ય શરૂ કરાયું

2
0

=નિઃશુલ્ક સાત્વિક ભોજન વ્યવસ્થા ઉભી કરી ૭૦ લેઉવા પટેલ યુવાનો જોડાયા.
= ફોન કરી જરૂરીયાતમંદ પરીવાર જાણ કરતા જ તેમને બન્ને સમયે જમવાનું ઘર બેઠા પહોંચાડાય છે


અંકલેશ્વર શ્રી ખોડલધામ યુવા સમિતિ દ્વારા હોમ કોરેન્ટાઈન પરિવાર માટે ટિફિન સેવા શરૂ કરી છે નિઃશુલ્ક તબીબના માર્ગદર્શન મુજબ સાત્વિક ભોજન સેવા વ્યવસ્થા ઉભી કરી છે કોઈ પણ સમાજના હોમ કોરેન્ટાઈન થયેલ જરૂરિયાત મંદ પરિવાર જાણ કરતા જ તેમને બપોરે અને સાંજે સમયસર ઘરબેઠા જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે.
અંકલેશ્વર ખાતે કાર્યરત શ્રી ખોડધામ યુવા સમિતિ અંકલેશ્વર દ્વારા સંપૂર્ણ હોમ કોરેન્ટાઈન હોય તેવા પરિવાર જેઓ જમવાનું બનાવી શકવાની સ્થિતિ ના હોય તેવા પરિવારોને વિના મૂલ્યે તા.૧૪/૪/૨૦૨૧ થી તબીબી સલાહ મુજબ સાત્વિક ભોજન ઘર બેઠા આપવાની શરૂઆત કરવામાં આવી છે આ અંગે સંસ્થા દ્વારા સોશ્યલ મેસેજ વહેંતો કરી આવા પરિવારોને બુકીંગ કરી તેમને બપોરે તેમજ સાંજે જમવાના સમયે ભોજન પહોંચાડવા માં આવી રહ્યું છે આ અંગે યુવા કન્વીનર દેવેન સાવલિયા, નિલેશ કાછડીયા, ભરત અભંગી તેમજ સાથી સભ્યોએ પોતાના મોબાઈલ નંબર વહેતા કરી હોમ કોરેન્ટાઈન હોય તેવા પરિવારને ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે છેલ્લા એક સપ્તાહથી શરૂ કરેલ સેવાયજ્ઞ માં બપોર અને સાંજે ૪૦૦ થી વધુ થી ૧૯૦ ટીફીન પહોંચાડવામાં આવે છે
આ સેવામાં અત્યાર સુધી ૨ હજાર થી વધુ પરીવારો માં ટીફિન અંકલેશ્વર શહેર, જીઆઈડીસી, તેમજ ગ્રામ્ય વિસ્તાર માં ગડખોલ ,અંદાડા, દીવા ખાતે પહોંચાડ્યા છે કોઈ પણ નાત, જાત ધર્મના વાડા વિના સર્વ સમાજ માટે નિઃશુલ્ક સેવાયજ્ઞ માટે ખોડલધામ યુવા સમિતિ અંકલેશ્વરના ૭૦ જેટલા લેઉવા પટેલ યુવાનો આ સેવા કાર્યમાં જોડાયા છે એટલું જ નહિ સરકારી ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ ગ્લોસ, માસ્ક અને સેનિટાઈઝર સાથે આ સેવાકાર્ય થઈ રહ્યું છે ખોડલધામ યુવા સમિતિ અંકલેશ્વરના આ હોમ કોરેન્ટાઈન થયેલા જરૂરિયાતમંદ પરીવારોને ઘર બેઠા સવાર સાંજ સમયસર પહોંચાડવા માં આવતા ટીફીન સેવા કાર્યને દરેક ઘરેથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેની સરહના પણ થઈ રહી છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleભરૂચ ખાતે આજ રોજ હેમંતભાઈ ઠાકોર તથા અજિતભાઈ રાજ દ્વારા જરૂરિયાત મન્દ દીકરીબા ને કરિયાવર મા બેગ અને કપડા આપવામાં આવ્યા
Next articleવાલિયાના રાજપૂત યુવા સંઘના પૂર્વ પ્રમુખનું નિધન થતા શોક લાગણી છવાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here