Home Kheda (Anand) શ્રીકૃષ્ણ હૉસ્પિટલ કરમસદે વધુ એક બાળકીને નવજીવન આપ્યું

શ્રીકૃષ્ણ હૉસ્પિટલ કરમસદે વધુ એક બાળકીને નવજીવન આપ્યું

119
0

આશિર્વાદ સેવાઓ શ્રીકૃષ્ણ હૉસ્પિટલ કરમસદ, આણંદ


૯ માસની અલિશાને જન્મથી હૃદયમાં છિદ્ર હતુ, તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને હોઠ વાદળી રંગના થઇ જતા હતા જન્મજાત હૃદયરોગથી પિડાતી મધ્યપ્રદેશની ૯ મહિનાની બાળકીની સફળ સર્જરી બાળકીની સારવાર આયુષ્માન યોજના હેઠળ નિઃશુલ્ક કરવામાં આવી


આશિર્વાદ સેવાઓ અંતર્ગત શ્રી કૃષ્ણ હૉસ્પિટલના ભાનુભાઇ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની ૯ વર્ષની બાળકી અલિશા મન્સુરીને જન્મજાત હૃદયરોગની બિમારીની સારવાર આપીને નવજીવન આપવામાં આવ્યું છે. અલિશાને જન્મથી હૃદયમાં છિદ્ર હતુ અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તથા હોઠ વાદળી રંગના થઇ જતા હતા . બાળકીના માતા – પિતાએ ખરગોન ખાતે બાળરોગ નિષ્ણાતને બતાવ્યું હતુ ત્યાંથી તેમને વધુ સારવાર માટે વડોદરા , ગુજરાત લઇ જવા જણાવ્યું હતુ . વડોદરા ખાતે પિડીયાટ્રીક ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટે બાળકીને તપાસી અને જન્મજાત હૃયની બિમારી , હૃદયમાં છિદ્ર સાથે ફેફસાની ધમનીમાં અવરોધ હોવાનું જણાવ્યું હતુ .વધુમાં તજજ્ઞ સારવાર માટે કરમસદના ભાનુભાઇ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરમાં રીફર કર્યા હતા . ભાનુભાઇ અને મધુબેન પટેલ કાર્ડિયાક સેન્ટરમાં પિડીયાટ્રીક કાર્ડિયોથોરાસિક સર્જન ડૉ.વિશાલ ભંડે હૃદયરોગની સારવારમાં હૃદયના જમણા ચેમ્બરથી ફેફસાની ધમની ( પલ્મોનરી આર્ટરી ) સુધી હાથથી બનાવેલ પલ્મોનરી ટ્રાઇલીફલેટ વાલ્વ મુકીને હૃદયની ખામી એટલે કે મુખ્ય લોહીની ધમની હૃદયમાંથી જવાને બદલે ફેફસાની ધમનીમાંથી પસાર થતી હતી તેને રીપેર કરી અને હૃદયના છિદ્રને ( વન્ટ્રીક્યુલર સેપ્ટલ ડિફેટ સર્જરી ) દુર કર્યુ હતુ.

આ સર્જરી અસામાન્ય હતી તથા સૌપ્રથમ વખત હેન્ડમેઇડ પલ્મોનરી ટ્રાઇલીફલેટ વાલ્વ સેન્ટર ખાતે બનાવીને બાળકના હૃદયમાં મુકવામાં આવ્યો હતો . સર્જરી બાદ પિડીયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટની દેખરેખ હેઠળ બાળકીને આઇ.સી.યુ.માં સારવાર આપવામાં આવી હતી . તેની તબીયતમાં સુધારો થતાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી . અલિશાના પિતા ખેત – મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોવાથી સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતા જેથી બાળકીની સારવાર આયુષ્માન યોજના હેઠળ નિઃશુલ્ક કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here