(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા શહેરમાં રખડતા જાનવરો નો ત્રાસ ઘણા વર્ષોથી જોવા મળે છે,જેમાં ખાસતો પશુ, જાનવરો ના માલિકો પણ આ મૂંગા જાનવરોને રખડતા મૂકી દેતા હોય છે ત્યારે તેવા સમયે ૧૯૬૨ હેલ્પલાઇન ની એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા ડોકટરો આ પશુઓ કે જાનવરો બીમાર પડે ત્યારે ખૂબ સરાહનીય તબીબી સેવા આપી નવજીવન આપે છે જેના ઘણા કિસ્સા રાજપીપળા શહેરમાં જોવા મળ્યા છે
ત્યારે એવાજ એક કિસ્સો આજે રાજપીપળા ની વૃંદાવન સોસાયટીમાં જોવા મળ્યો જેમાં ઇજાગ્રસ્ત ડોગ બાબતે એક સ્થાનિક મહિલાનો ફોન મળતા જ ડોકટરો ની ટીમે આ ડોગની તપાસ કરતા તેની પાંસળીઓ તૂટેલી જણાતા ડોક્ટર અભિમન્યુ એ પાઇલોટ રમેશભાઈ ની મદદથી ડોગની તૂટેલી પાંસળીઓ પર જરૂરી સારવાર દ્વારા ફિક્સ કરી પડેલા ઘા પર ડ્રેસિંગ કરી રખડતા સ્ટ્રીટ ડોગને નવજીવન આપ્યું હતું.
Home South-Gujarat રાજપીપળા માં 1962 કરુણા એમ્બ્યુલન્સ ડો.અભિમન્યુ દ્વારા બીમાર ડોગની તૂટેલી પાંસળીઓની સારવાર...